હળવદ તાલુકાના જોગડ ગામે મેઈન બજારમાં અમુક ઈસમો સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા હોવાની મળેલ પૂર્વ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમે રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન જાહેરમાં જુગારની મજા માણી રહેલા આરોપી ભરતભાઈ માવજીભાઈ મજેઠીયા ઉવ.૪૨, મહિપતભાઈ પુંજાભાઈ ઝીંઝવાડીયા ઉવ.૫૦, રમેશભાઈ બચુભાઇ મહાલયા ઉવ.૫૦ તથા કિશોરભાઈ સોંડાભાઈ શંખેરીયા ઉવ.૫૦ તમામ રહે. જોગડ ગામ તા.હળવદ વાળાને રોકડા રૂ.૧૦,૩૨૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા, રેઇડ દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.