Monday, January 13, 2025
HomeGujaratધુળેટીના દિવસે મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

ધુળેટીના દિવસે મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

ધૂળેટી પર્વ પર મોરબી તાલુકા તેમજ વાંકાનેરમાં અલગ અલગ કારણોસર ચાર લોકોના અપમૃત્યુ થયાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવની માહિતી અનુસાર વાંકાનેરના દરબાર ગઢ વિસ્તારમાં આવેલ સંઘવી શેરીમાં રહેતા સહદેવભાઇ રવિવનભાઇ ગોસાઇ ઉવ.૫૨ પોતાના ઘરે હોય ત્યારે કોઈ કારણોસર ચક્કર આવતા તેઓ બેશુદ્ધ થઇ ઢળી પડ્યા હતા. ત્યારે તેઓને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં ફરજ પરના ડોક્ટરે સહદેવભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

બીજા બનાવમાં વાંકાનેરના નૂર પ્લાઝા પાર્કિંગમાં અલીફશેનભાઇ ઇશાકભાઇ શેખ (ઉવ.૪૫ રહે. શીંવાંગ ફૈજાબાદ ઉતરપ્રદેશ)ને જોરદાર હાર્ટ એટેક આવતા તેનું મરણ જતા જેની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતાં ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે મર્ત્યના બનાવ મામલે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા મનસુખભાઇ અવચરભાઇ વઢુરકીયા ઉવ.૪૩ને કેન્સરની બીમારીથી પીડાતા હોય જેની સારવાર ચાલુ હતી. જેથી તેઓને જાંબુડીયા ગામેથી ૧૦૮ એમ્બૂલન્સ મારફતે સારવારઅર્થે જતાં હોય ત્યારે લાલપર ગામ પાસે પહોચેલ ત્યારે અચાનક અસહ્ય દુખાવો ઉપડતા તેનું સ્થળ ઉપર મરણ ગયેલ હોય જેથી મનસુખભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ચોથા બનાવમાં મોરબી તાલુકાના પાવડીયાળી નજીક આવેલ સેન્ડવીચના કારખાનાની સામે આવેલ કેનાલમાં અજાણ્યા આશરે ૧૦ થી ૧૨ વર્ષના સગીરનું પાવડીયારી કેનાલના પાણીમાં ડૂબી જતા મરણ ગયેલ હાલતમાં જેતપર(મચ્છુ)સી.એચ.સી. સેન્ટર ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી અજાણ્યા સગીરના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!