ગઈકાલે મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં અપમૃત્યુ ચાર બનાવ નોંધાયા છે.
જેમાં અપમૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ માટેલ રોડ પર એસકોમ ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ફેકટરીના લેબર કોલોની માં રહેતાં રાજેશભાઇ દયારામ આદિવાસી (ઉ.વ.૨૫) ગત તા.૩૧/૦૫/૨૦૨૨ ના રાત્રીના સમયે એસકોન ફેકટરી ના કોલોની ના રૂમ પરથી અચાનક પડી જતા પ્રાથમીક સારવાર અર્થે મોરબી ની ખાનગી હોસ્પિટલમા બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં એક દિવસની ટૂંકી સારવાર દરમ્યાન તા.૦૧/૦૬/૨૦૨૨ રોજ ફરજ પરના તબીબે તપાસીને મૃત્યુ થયેલ હોવાનું જાહેર કરતા
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવની વિગત મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે યુનુશ ભાઈ જીવાભાઈ ભોરણીયાની વાડીમાં રહેતા શ્યારામચંદ્ર ખરાડીની પુત્ર વિશાલ અને પુત્રી પાયલ વાડીએ રમતા હતા ઓરડી ઉપરથી પસાર થતી ૧૧ કે.વી. ઇલેકટ્રીક લાઇનમાં લોખંડનો સળીયો અડાડી દેતા બંન્ને ભાઇ-બહેન શોર્ટ થતા બંન્ને શરીરે ગંભીર રૂપે દાઝી ગયા હતા જેથી બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન પાયલનું મોત નીપજ્યું હતું.જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં ટંકારાના ભાવેશભાઈ અમરશીભાઈ કોરીંગા (ઉ.વ.૩૪ રહે.લો વાસ, તા.ટંકારા)વાળાએ અમરાપર ગામની સીમમાં આવેલ પોતાની વાડીની ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેઓને સરકારી હોસ્પિટલ ટંકારા ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.જેથી ટંકારા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવહી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે અપમૃત્યુના ચોથા બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન થી મળતી વિગત મુજબ મોરબી તાલુકા ના બેલા ગામ પાસે ફ્લોરિશ કમ્પનીમાં રહેતા પૂનમબેન પ્રેમજીભાઈ કમલ(ઉ.૨૬)વાળા અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું હતું અને આ સાથે જ મરણ જનાર પુનમબેનના ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી જે ઉપરોક્ત બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.