Wednesday, January 22, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં દારૂ ઢીંચી ઢીંગલી બની કાર ચલાવતા બે શખ્સો સહિત ચાર...

મોરબી જિલ્લામાં દારૂ ઢીંચી ઢીંગલી બની કાર ચલાવતા બે શખ્સો સહિત ચાર પ્યાસીઓ ઝડપાયા

માળીયા મિયાણા નજીક આવેલ ઓનેસ્ટ હોટેલ પાસે થી દારૂ ઢીંચી ઢીંગલી બની કાર ચલાવતા બે શખ્સોને તથા દારૂનો નશો કરી લથડીયા ખાતી હાલતમાં નીકળેલા એક ઈસમ થતા વાંકાનેરમાં દારૂ પીધેલી હાલતમાં બકવાસ કરતા એક ઇસમો સહિત ચારેય પ્યાસીઓ પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

માળીયામીયાણા પોલીસે આરોપી રમેશભાઈ ઉર્ફે ભોડી હઠાભાઈ લામકા (ઉ.વ-૨૬) રહે.ગાગોદરગામ જોકાવાસ તા-રાપરને માળિયાની ઓનેસ્ટ હોટલ પાસેથી દારૂ પીધેલી હાલતમાં મારુતિસુઝુકી કંપનીની અલ્ટો કારGJ-12-EE-5074 ચાલાવતા ઝડપી લીધો હતો. આ ઉપરાંત ઓનેસ્ટ હોટેલ નજીકથી જ દારૂ પીધેલી હાલતમાં બ્રેજા કાર વાળી કિ.રૂ.૬,૦૦,૦૦૦ની ડ્રાંઇવ કરી અન્યના જીવને જોખમમાં મુકતા જલાલુદીનભાઈ તાજમહમદ જેડા (ઉ.વ-૨૪) રહે.માળીયા મિ.પોલીસ સ્ટેશન સામે મદરેશાની બાજુમાં તા-માળીયામિ.ને ઝડપી લઈ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે દારૂ અંગેના ત્રીજા કેસમાં વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર તાલુકાના હસનપર ગામ નજીક આવેલ રામદેવપીરના મંદીર પાસેથી દારૂ પી જાહેરમાં નીકળી બકવાસ કરતા સુરેશભાઇ બાબુભાઇ ધામેચા જાતે.કોળી (ઉ.વ.૨૮ રહે.મીલ પ્લોટ,ડબલ ચાલી,વાંકાનેર)ને ઝડપી લઈ તેમની વિરુદ્ધ કાયદેસરની કર્યાવહી હાથ ધરી હતી. તથા માળીયા તાલુકાના કુંતાશી ગામના તળાવ પાસેથી બેફામ દારૂ ઢીંચી લથડિયા ખાતી હાલતમાં નીકળેલા શખ્સ વિહાભાઇ કરશનભાઇ પરમાર (ઉ.વ.૨૭ રહે.કુંતાશી તા.માળીયા મી. જી.મોરબી)ને માળીયા મિયાણા પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!