મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ગાંધી ચોક નજીક ચલણી નોટના નંબર ઉપર નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા અમીનભાઈ હશનભાઈ ખુરેશી ઉવ ૩૮ રહે. રબારીવાસ શેરી નં.૧ મોરબી, મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુસાલ ઉવ.૨૩ રહે.વીસીપરા મોરબી, સફી તારમહમદ મોટલાણી ઉવ.૪૬ રહે.બોરીચાવાસ મોરબી તથા નરેશ કનૈયાલાલ કીપલાણી ઉવ.૩૨ રહે.હાઉસિંગ પાસે મોરબી વાળાને રોકડા રૂ.૧,૪૪૦/- સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









