હળવદના ચરાડવા ગામે સમલી રોડ ઉપર ગારી સીમ તરીકે ઓળખાતી સીમમાં વિજયભાઈ માકાસણાની વાડીમાં ચાલતા જુગારધામ ઉપર હળવદ પોલીસે બાતમીને આધારે રેઇડ કરી હતી, જ્યાં વાડી-માલીક બહાથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય જે વાડીમાંથી પોલીસે જુગાર રમતા વાડી-માલીક આરોપી વિજયભાઈ છગનભાઇ માકાસણા ઉવ.૪૫ રહે. ચરાડવા, રણછોડભાઈ સવજીભાઈ સોનગ્રા ઉવ.૫૮ રહે.ચરાડવા ગામ, ધર્મેશભાઈ રણછોડભાઈ સોનગ્રા ઉવ.૩૮ રહે. ચરાડવા ગામ તથા જ્યુભા રાણાભા મારૂ ઉવ.૪૦ રહે. મોરબી નવલખી રોડ અશોક પાર્ક વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૬૭,૩૭૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે