મોરબી જિલ્લામાં જુગારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે હળવદ પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા/રમાડતા કુલ ચાર ઈસમોને પકડી પાડ્યા હતા. જયારે બે આરોપીઓ ફરાર થયા હતા. જેઓને લઇ બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મળેલ બાતમીનાં આધારે વિનોબા ગ્રાઉન્ડની બાજુમાં રેઇડ કરતા નરેશભાઇ જગદીશભાઇ પરમાર નામનો ઈસમ વર્લી ફિચર આંક ફરકનો જુગાર જાહેરમા લખી વર્લી સાહિત્ય તથા રોકડા રૂ.૧૧૦૦/- સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીનાં આધારે ચોત્રાફળી પાસેથી ધિરુભાઇ ગોવિંદભાઇ રાઠોડ તથા પ્રવિણભાઇ ઉર્ફે પલો નામના શખ્સોને વરલી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રૂા.૭૦૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રીજા દરોડા માં, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદ ભવાનીનગર ઢોરામાં મરીયમબેનની દુકાન પાસે અમુક ઈસમો ગંજીપત્તાના પાના વતી જાહેરમાં તીન પતીનો જુગાર રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા અરવિંદભાઇ બચુભાઇ કુરીયા નામનો શખ્સ કુલ રોકડ રૂ.૬૦૦-/ ના મુદ્દમાલ સાથે ઝડપાયો હતો. જયારે પોલીસને આવતી જોઈ જતા અરવિદભાઇ કોળી તથા રહીમ નામના બંને ઈસમો ફરાર થયા હતા, જેને લઈ પોલીસે બંને ફરાર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.