મોરબી તાલુકાના રફાળિયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારના કેસ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોરબીના રફળીયા ગામે આવેલ મછોનગરમાં જાહેરની મહેફિલ જામી હોવાની પોલીસને કાને વાત પડતા મોરબી પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ દરમિયાન જુગાર રમતા પ્રાગજીભાઇ વાલાભાઇ ઇન્દરીયા, વલ્લભદાસ હીરદાસ પરમાર, અમિતભાઇ હીરદાસભાઇ પરમાર અને અલ્પેશભાઇ વલ્લભભાઇ રાઠોડ રંગેહાથ ઝડપાયા હતા. આથી પોલીસે તમામને દબોચી લઈ રૂપિયા 18,240 ની રોકડ જપ્ત કરી હતી વધુમાં ચારેય જુગરીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.