પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના દરબાર નાકા પાસે રહેતા ઈંટુનાં ભઠ્ઠાનાં ધંધાર્થી પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ રાવલ(ઉ.વ.૪૬) એ ફરિયાદ નોંધાવી છે કે તેઓનાં ભત્રીજા તથા ભાઈને અગાઉ કણબીપરામાં રહેતાં જયંતીભાઈ તથા તેનાં દિકરા ગૌતમ સાથે ઝઘડો થયેલ હોય જેનું મનદુઃખ રાખી ગત તા. ૯નાં રોજ રાત્રે નવેક વાગ્યાનાં સુમારે તેઓ દરબાર નાકા પાસે કોલેજ નજીક જમીને ચાલવા નીકળેલા હોય ત્યારે આરોપીઓ મેહુલ રમણિક ગોઠી, પંકજ ચમન ગોઠી, મેરાભાઈ કાળુભાઇ દલવાડી અને અજાણ્યો એક ઈસમ એસયુવી કારમાં આવી આરોપી પંકજભાઈ ગોઠીએ તલવારથી પ્રદીપભાઈને બંને પગમાં ઢિંચણથી ઉપર મારી ઈજા કરી તથા આરોપી મેહુલ તથા મેરાએ ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.