મોરબી તાલુકાના સોખડા ગામે યુવકે કુટુંબી કાકા સાથે ચાલતા મનદુઃખ અંગે સમાધાન કરી લીધું હોય જે મામલે ગામના જ ચાર ઈસમો દ્વારા યુવકને જાતી પ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકા સહિતના હથિયારો વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ ભોગ બનનાર યુવકની ફરિયાદને આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના નવા સોખડા રહેતા ચેતનભાઈ નથુભાઈ મકવાણા ઉવ.૩૦ નામના યુવક ઉપર ચાર શખ્સોએ મળી હુમલો કર્યો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકે આરોપી પ્રવિણભાઇ ભીમજીભાઇ સુરેલા, મહેશભાઇ ભીમજીભાઇ સુરેલા, ભીમજીભાઇ પરષોતમભાઇ સુરેલા તથા મનસુખભાઇ લાભુભાઇ સુરેલા રહે.બધા સોખડા તા.જી.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરીયાદી ચેતનભાઈ અને તેમના કાકા રમેશભાઈ વચ્ચે ચાલતા મનદુઃખનું સમાધાન થઈ ગયું હતું, જે બાબત આરોપીઓને ન ગમતાં તેઓએ મનદુઃખ રાખીને ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી તથા જાતિ પ્રત્યે અપમાનિત કરી આરોપીઓએ લાકડાના ધોકા તથા મૂંઢ માર મારી ફરિયાદીને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હાલ તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









