Thursday, April 9, 2026
HomeGujaratટંકારાના મિતાણા ગામે પુત્રને થપ્પડ મારવા અંગે સમજાવવા ગયેલ પિતા ઉપર ચાર...

ટંકારાના મિતાણા ગામે પુત્રને થપ્પડ મારવા અંગે સમજાવવા ગયેલ પિતા ઉપર ચાર શખ્સોનો હુમલો

લોખંડના પાઈપ-હોકીથી બન્ને હાથ-પગમાં ગંભીર ઇજાઓ, ચારેય આરોપીઓ સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

ટંકારાના મિતાણા ગામે ડેમ નજીક મચ્છી લેવા મોકલવામાં આવશે પુત્રને થપ્પડ મારવા મામલે સમજાવવા ગયેલા પિતાને આરોપીઓએ પાઈપ અને હોકી વડે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે. બનાવ અંગે પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ટંકારા તાલુકાના મિતાણા ગામે ચામુંડા હોટલ સામે ઝૂંપડામાં રહેતા જયંતીભાઈ ભદાભાઈ સોલંકી ઉવ.૪૫એ ટંકારા પોલીસ મથકમાં આરોપી હરેશભાઈ ગોરસીયા તથા વિપુલ હરેશભાઈ ગોરસીયા તથા આરોપી હરેશભાઈના અન્ય બે પુત્રો એમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ફરિયાદીએ તેના પુત્રને ડેમ નજીક મચ્છી લેવા મોકલ્યો હતો, ત્યારે ત્યા આરોપીઓએ થપ્પડ મારી ફરિયાદીના પુત્રને કાઢી મુક્યો હતો. આ બાબતે ફરિયાદી પિતા જયંતીભાઈ પૂછપરછ કરવા જતા આરોપી હરેશભાઈ અને તેમના ત્રણેય પુત્રોએ ભેગા મળી એકસંપ થઈ જયંતિભાઈને ગાળો આપી, પાઈપ અને હોકી વડે હુમલો કર્યો હતો. હુમલામાં જયંતીભાઈને બન્ને ઘૂંટણ અને હાથના કાંડા પાસે ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ ટંકારા પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!