માળીયા મીં.માં કુતરાને મારવા અને ગાળો બોલવાની નાં પાડતા એક ઈસમે તેના ત્રણ સાથીદારો સાથે મળી દાદા-પૌત્રી પર ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં દાદા-પૌત્રી ઘવાઈ જતા બંનેને સારવાર અર્થે ખસેડી માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.નાં કુંભારીયા ખાતે રહેતી સોનલબેન દિનેશભાઈ મોરતરીયા નામની ૧૮ વર્ષીય યુવતીની શેરીમા ભરતભાઈ સોંડાભાઈ નામનો શખ્સ કુતરાને મારતો હોય અને ગાળો બોલતો હોય જેથી યુવતી તથ્ય તેના પરિવારજનોએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપી ભરત ત્યાથી જતો રહેલ અને રાત્રીના સાડા અગ્યારેક વાગ્યા વખતે ધોકો અને કુહાડી લઈ કાનાભાઈ સોંડાભાઈ સાથે ફરીયાદીના ઘર પાસે આવી “અમારી સામે ફરીયાદ કરવા જાવ છો” તેમ કહી જગડો કરી ગાળો બોલી ફરીયાદીના દાદા ગોરધનભાઈને ધોકા વડે માર મારવા લાગતા ફરીયાદી સોનલબેન બચાવવા વચ્ચે પડતા કાનાભાઈએ કુહાડીનો ઘા સોનલબેનના ડાબા હાથમા આંગળીના વચ્ચેના ભાગે મારતા ઈજા થતા તેમજ જેશભાઈ સોંડાભાઈ અને સત્રુધન ઉર્ફે દકુડો સોંડાભાઈ નામના શખ્સોએ પાછળથી આવી ફરીયાદી યુવતી તથા ગોરધનભાઈને ઢીકા પાટુનો માર મારતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે.