Monday, January 27, 2025
HomeGujaratમોરબીના વીસીપરા વિસ્તારમાં યુવક પર ચાર શખ્સોએ કુહાડીથી હુમલો કરી ગંભીર ઇજા...

મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવક પર ચાર શખ્સોએ કુહાડીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા યુવક ઉપર તેના રહેણાંકે કુહાડી, તલવાર જેવા ઘાતક હથિયાર ધારણ કરી સ્વીફ્ટ કારમાં આવેલ ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં યુવકને આડેધડ ઢીકાપાટુનો માર મારી પીઠના ભાગે કુહાડીનો એક ઘા મારવામાં આવ્યો છે, ત્યારે ગંભીર ઇજાઓ સાથે યુવકને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં હાલ યુવકની તબિયત સારી હોય ત્યારે ભોગ બનનારના પિતા દ્વારા ચારેય હુમલાખોર વિરુદ્ધ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરા વિસ્તારમાં ફૂલછાબ કોલોનીમાં રહેતા ઈરફાનભાઈ ઉર્ફે ઇભો ગનીભાઈ કસમાણી ઉવ.૪૩ એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ફરહાન મયુદીનભાઈ મેમણ રહે.ફુછાબ કોલોની મોરબી, સાબીર અનવરભાઈ પીલુડીયા રહે.મદીના સોસાયટી મોરબી, હાજી ઇકબાલભાઇ પીલુડીયા રહે.ફૂલછાબ કોલોની મોરબી તથા સોહીલ રસીકભાઈ સુમરા રહે. મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૧૯/૧૨ના રોજ ફરિયાદી તેમના મોટા દીકરાને અમદાવાદ ખાતે કોઈ બીમારી સબબ હોસ્પિટલમાં દેખાડવા ગયા હોય ત્યારે મોરબી ખાતે ફરિયાદી ઇરફાનભાઈનો નાનો દીકરો સમીર ઘરે એકલો હોય તે દરમિયાન આ આરોપી ફરહાન મયુદીન તથા સાબીર અનવરભાઈ કે જેઓ સમીરના જુના મિત્રો હોય પરંતુ હાલ તેની સાથે બોલતો ન હોય તેનો ખાર રાખી આડકતરી રીતે સમીરને હેરાન પરેશાન કરતા હોય દરમ્યાન તા.૧૯/૧૨ના રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં સ્વીફ્ટ કારમાં આવેલ ઉપરોક્ત ચારેય આરોપીઓએ સમીરને ઘરની બહાર બોલાવી ગાળા ગાળી કરી ચારેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી પીઠમાં કુહાડી મારેલ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે મુજબની ફરિયાદ નોંધાવી હતી, હાલ પોલીસે ઇરફાનભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!