મોરબીના જુના રફાળેશ્વર રોડથી લાલપર જવાના રસ્તા ઉપર મોપેડ સવાર કાકા ભત્રીજા ઉપર ચાર અજાણ્યા મોટર સાયકલ ચાલકોએ છરી વડે હુમલો કર્યા અંગેનો બનાવ સામે આવ્યો છે, જેમાં પ્રથમ એક મોટર સાયકલ દ્વાએ બંને કાકા ભત્રીજાને મોટરસાયકલ વચ્ચે નાખીને રોકવાનો પ્રયાસ કરાયો હોય ત્યારે ત્યાંથી મોપેડ સવાર બંને ત્યાંથી આગળ નીકળી ગયા હોય ત્યારે મોટર સાયકલ સવાર દ્વારા ફોન કરીને અન્ય તેના સાગરીતોને બોલાવતા જે બાદ ચારેય આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો જેમાં કાકાને પગમાં છરીના બે ઘા મારી ચારેય શખ્સો નાસી ગયા હતા.
મળતી માહિતી મુજબ મોરબી સીરામીક સીટી ફ્લેટ નં.-એ-૨ બ્લોક નં.૨૦૨ માં રહેતા મૂળ રફાળેશ્વર ગામના વતની ધવલભાઇ હસમુખભાઇ ગોહીલ ઉવ-૨૪ એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓના જણાવ્યા અનુસાર ગઈ તા.૦૪/૧ના રોજ રાત્રે ફરીયાદી ધવલભાઈ તથા તેનો ભત્રીજો મિત ઉપેન્દ્રભાઇ ગોહીલ બંને તેમનુ જુપીટર મો.સા.રજી. જીજે-૩૬-એકે-૬૯૮૭ લઇ ભડીયાદ કાંટા પાસે આવેલ માહી એપાર્ટમેન્ટ ખાતેથી ભાડુ લઇને જુના રફાળેશ્વર તરફ જતા હતા ત્યારે એન.જી.મહેતા સ્કુલ પાસે આવેલ મંદિર પાસે પહોંચતા એક અજાણ્યો બાઇક ચાલકે તેનુ બાઇક આડુ નાંખતા ધવલભાઇ ભત્રીજા મિતભાઈએ પોતાનું મોપેડ કન્ટ્રોલ કરી ઉભુ રાખેલ અને ત્યારે અજાણ્યા બાઇક ચાલક આરોપીએ બંને કાકા-ભત્રીજાની પુછપરછ કરતા તેઓએ કશું જણાવ્યા વગર પોતાનું મોપેડ લઈને નીકળવા જતા આરોપીએ પોતાનું બાઇક ધવલભાઇ મોપેડ સાથે ભટકાળેલ તો પણ ધવલભાઇ તેમનું મોપેડ લઈને ત્યાંથી નીકળી જતા આરોપીએ ધવાલભસીના મોપેડનો પીછો કરી ચાલુ બાઇકે તેના સાગરીતોને ફોન કરી બોલાવેલ અને જુના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જતા આર.સી.સી.રોડ ઉપર કોલસાના ડેલા સામે ગોળાઇ પાસે ધવલભાઈ અને તેનો ભત્રીજો પહોંચતા આરોપીએ બાઇક આડુ નાંખીને ધવલભાઈનું મોપેડ ઉભુ રખાવી ચાવી કાઢી લઇ ધવલભાઇ સાથે બોલાચાલી કરવા લાગેલ તે દરમ્યાન બીજા ત્રણ અજાણ્યા સહ આરોપીઓ બાઇક લઇ આવેલ તેમાં બાઇક ચાલકે છરી કાંઢતા ધવલભાઇ તથા મિત ભાગવા જતા મિતને અજાણ્યા ત્રણ આરોપીએ પકડી લીધેલ અને પાછળથી આવેલ બાઇક ચાલક આરોપીએ ધવલભાઇનો પીછો કરી તેના હાથમાં રહેલ છરીનો એક ઘા ધવલભાઈને સાથળના ભાગે તથા બીજો ઘા થાપાના ભાગે મારી નાસી ગયા હતા. હાલ તાલુકા પોલીસે અજાણ્યા ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.