Tuesday, February 4, 2025
HomeGujaratમોરબીમાં જીવલેણ ચાઈનીઝ દોરાના જથ્થા સાથે ચાર ઈસમો ઝડપાયા

મોરબીમાં જીવલેણ ચાઈનીઝ દોરાના જથ્થા સાથે ચાર ઈસમો ઝડપાયા

ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તે ખુલ્લેઆમ બેરોકટોકપણે વેચાઈ રહી છે. જેના પર પ્રતિબંધ લાદવા હવે હાઈકોર્ટે કડક વલણ અપનાવવા આદેશ કર્યો છે. જે અંતર્ગત હવે પોલીસ વિભાગે ગેરકાયદે વેચાઈ રહેલા માંજા વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે મોરબીમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરા ફીરકી વેચાણ કરતા ચાર ઇસમને અલગ-અલગ સ્થળોએથી ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.મોરબીના સ્ટાફના માણસો પ્રયત્નશિલ હતા. તે દરમ્યાન મોરબી એલ.સી.બી સ્ટાફ દ્વારા મોરબીના યોગીનગર ખારી વિસ્તાર સામાકાંઠામાં રહેતા યુવરાજસિંહ વાધુ ભા જાડેજાને તેના રહેણાંક મકાનેથી પ્રતિબંધિત ૫ ચાઇનીઝ દોરીની ફીરકીઓ ના રૂપિયા ૧૦૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપીં આપવામાં આવ્યો છે. જયારે અન્ય બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે વીસીપરામાં આવેલ માં જીન નામે ઓળખાતા મેદાન પાસે રેઈડ કરી વીસીપરા રમેશકોટન મીલ પાસે રહેતા કુમારભાઇ દિપકભાઇ પંસારા નામના યુવકને રૂ.૪,૨૦૦/-ના ૨૧ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) સાથે ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વીસીપરા વિસ્તારમાં આવેલ સિસ્ટરના બંગલા પાસે તથા ત્રાજપર ચોકડી પાસે ખુલ્લેઆમ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઓનું વેચાણ થઈ રહ્યું છે. જે હકીકતના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રથમ વીસીપરા વિસ્તારમાં આવેલ સિસ્ટરના બંગલા પાસે રેઇડ કરી અને રૂ.૬,૦૦૦/-ની કિંમતનાં વેંચાણ કરવાના ઇરાદે રાખેલ ૩૦ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીના મુદ્દામાલ સાથે મોરબીના શનાળા દુર્ઇભ પાર્ટીપ્લોટ પાછળ આંદનગર પાસે ગુલાબનગર ખાતે રહેતા કાનજીભાઇ સુરેશભાઇ હળવદીયા નામના યુવકની અટકાયત કરી છે, જયારે બીજી બાજુ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે મોરબીનાં ત્રાજપર ચોકડી પાસે રહેણાંક મકાને રેઇડ કરી રૂ.૧૦૦૦/-ની વેંચાણ કરવાના ઇરાદે રાખેલ ૦૫ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી સાથે મોરબીના ત્રાજપર ગામના ચોરા પાસે રહેતા જીગ્નેશભાઇ જગદીશભાઇ માજુસા નામના યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!