મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ રાજપૂત બારશાખ શેરીમાં ગત તા. 20ને રવિવારે બપોરે બાઈક પાર્ક કરવા મુદ્દે રફીક મેમણ અને મમુ દાઢી જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ અને ઘાતકી હથિયારોથી હુમલો થતા ડબલ મર્ડરની ઘટના બની હતી. આ બનાવ બાદ બંને જૂથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે પોલીસે ગઈકાલે તા. 24ના રોજ એક જૂથના છ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ છ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ગઈકાલે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે આજે પોલીસે સામેના જૂથના અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઇ કુરેશી, મકબુલ ઈસ્માઈલભાઈ મન્સૂરી, અહેમદ ઇકબાલભાઈ બકાલી અને શબ્બીરભાઇ મહમ્મદભાઇ જીવાણીની ધરપકડ કરી રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ શરૂ કરાઇ છે જેમાં આ ચકચારી ફાયરીંગ કેસમાં અત્યાર સુધી કુલ દસ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે સાથે જ ઘટનાનું સચોટ કારણ જાણવા પણ પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી હોવાનું મોરબી એસપી એસ.આર.ઓડેદરાએ જણાવ્યું છે.