મોરબી જિલ્લામાં છેલા ચોવીસ કલાકમાં અપમૃત્યુના વધુ ચાર બનાવો જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના કેસની વિગત અનુસાર વાંકાનેરના વઘાસીયા ફાટક પાસેથી દાઝી ગયેલી ગંભીર હાલતમાં આશરે ૫૦ વર્ષના અજાણ્યો પુરુષ મળી આવ્યો હતો. આથી તેને સારવાર અર્થે તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે અજાણ્યો પુરુષને તપાસી મૃત જાહેર કર્યો હતો જેને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસની વિગત અનુસાર માળીયામીંયાણા તાલુકાના મોટી બરાર ખાતે રહેતા
વિપુલભાઇ પુનાભાઇ રાઠોડ નામના ૩૫ વર્ષીય યુવાને ગત તા.-૦૫/૦૩ના બપોરના બારેક વાગ્યાની આસપાસ પોતાની વાડીએ માનસિક અસ્થિરતાના કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરીં લીધો હતો. જેની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થ મોરબીની મંગલમ હોસ્પીટલ ખાતે અર્ધબેભાન હાલતમા ખસેડયા હતા જ્યા વધુ સારવારની જરૂરું જણાંતા રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા યુવાને હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
હળવદ તાલુકાના રાતાભેર ખાતે રહેતા વિરભદ્ર્સિંહ ભરતસિંહ ચૌહાણે પોતાની વાડીએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
વધુમાં મોરબીના રવાપર રોડ પાસે આવેલ ઉમીયા નગર વિસ્તારમાં એક મહિલાનું પાણીના ટાંકામા ડુબી જવાથી મોત નિપજ્યું હોવાની ધટના પ્રકાશમાં આવી છે. મોરબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વિગત અનુસાર ઉમીયા નગર વિસ્તારમાં રહેતા ચંદ્રીકાબેન રોહિતભાઇ છનવયારા પોતાના ઘરમાં આવેલ પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા. જેની પરિવારજનોને જાણ થતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આથી પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી હતી.