મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઓકટ્રી હોટેલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચંન્દ્રસિંહ પઢીયાર તથા અર્જુનસિંહ પરમારને સંયુકતરાહે બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઓકટ્રી હોટેલ પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા પ્રવિણભાઇ વેરશીભાઇ સારલા રહે. જાંબડીયા, પીયુષભાઇ કેશુભાઇ ઝંજવાડીયા રહે. સો ઓરડી શેરી નંબર-૧૦ મોરબી, અજયભાઇ કાનજીભાઇ વઢરૂકીયા રહે. જાંબડીયા તથા પ્રફુલભાઇ પરશોતમભાઇ થોરીયા રહે.રાજકોટ કોઠારીયા સોલવન્ટવાળાને રોકડા રૂ.૧૦,૫૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.