મોરબીમાં આપઘાત અને અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું ઉચાએથી પડી જતા મોટ નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં, એક પરણિતાએ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ ત્રીજા બનાવમાં, સીન્થેટીક એલ.એલ.પી કારખાનામાં બોઇલર ફાટતા બે લોકોના મોત નિપજ્યા હતા.
પ્રથમ બનાવમાં, મૂળ એમ.પી. ના અને હાલ મોરબી આવેલ રાજેશકુમાર હુલસી વર્મા ગત તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ મોરબીનાં ઇટકોસ કારખના માટેલ રોડ ઢુવા ખાતે હોય ત્યારે ઇટકોસ કારખાના માટેલ રોડ ઢુવા ખાતે ઉચાએથી પડી જતા તેને પ્રથમ સારવાર અર્થે ક્રીષ્ના હોસ્પિટલ મોરબી ખાતે લઇ જઈ વધુ સારવાર માટે રીફર કરતા યુવકના વતનમાં લઇ જતા કમીદીયા હોસ્પીટલ ભોપાલ ખાતે સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્યાન ગત તા.૧૦/૧૧/૨૦૨૩ ના રોજ યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઇ ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં, મોરબીમાં જાંબુડીયા ગામની સીમ, નિલકંઠ કંપની, એસ્સાર પેટ્રોલપંપની સામે વાંકાનેર હાઇવે પર રહેતા મૂળ ભાવનગરના રાધાબેન મુકેશભાઇ દાણા નામના પરણિતાએ ગઈકાલે તા.૧૨/૧૨/૨૩ ના સવારનાં સમયે પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેના દીકરા હાર્દીક મુકેશભાઇ દાણા દ્વારા તેમને મોરબી સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે પરણિતાને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં, મોરબીનાં બગથળા ગામે આવેલ સીન્થેટીક એલ.એલ.પી નામની ફેકટરીમાં ગઈકાલે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં વિપુલભાઇ ઠાકરશીભાઇ ધોરી, હિતેશભાઇ મનસુખભાઇ ડેડકીયા તથા નીતીનભાઇ અમૃતભાઇ ધામેચા નામના શ્રમિકો મોરબી તાલુકાના બગથળા ગામ પાસે આવેલ ઇવા સીન્થેટીક એલ.એલ.પી કારખાનામાં બોઇલર વિભાગમાં રીપેરીંગનુ કામ કરતા હોય તે દરમ્યાન કોઇ પણ કારણો સર બોઇલર ફાટતા આગ લાગતા શરીરે દાજી જવાથી વિપુલભાઇ ઠાકરશીભાઇ ધોરી તથા હિતેશભાઇ મનસુખભાઇ ડેડકીયાનું મોત નીપજ્યું હતું. જયારે નીતીનભાઇ અમૃતભાઇ ધામેચા શરીરે દાજી જવાથી ઇજા પામતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.