મોરબીમાં શનાળા રોડ પર આવેલ સરદાર બાદ પાછળ ન્યુ આદર્શ સોસાયટીમા રહેતા વસંતભાઇ નાનજીભાઇ રાજપરા ઉવ.૫૩ નામના પ્રૌઢાએ બે દિવસ પૂર્વે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયન તેણીને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમીયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તેણીના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે મોરબી તાલકાના નવા જાંબુડિયા ગામે આવેલ ઈગલ સિરામિકમાં મજુરી કામ કરતા તપનકુમાર દીવાકરરાવ રાવત ઉવ.૩૮ નામના યુવાનનું કોઈ પણ કારણસર કારખાનામાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવનું કારણ જાણવા પોલીસે પીએમ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.
જયારે તાલુકાના લાલપર ગામની સીમમાં રેમ્બો પ્લાય નામના કારખાનામાં અભિલાષાબેન ચંદનભાઇ સુન્નાભાઇ ભીલ નામની ચાર વર્ષની બાળકી ભુસાના ઢગલા પાસે રમતા રમતા ઢગલામા પડી ગઈ હતી અને તેનું શ્વાસ રુધાય ગયો હતો. દરમિયાન તેણીને પ્રથમ લાલપર ગામ પાસે આવેલ શુભમ કલીનીક ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યાંથી તેણીને વધુ સારવાર માટે સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જયારે મોરબી શહેરના સનવર્ડ કારખાનાની સામે આવેલા કુવામાં કોઈપણ કારણસર પડી જતા ટિન્કુકુમાર સુલખાન (ઉ.વ,૨૯ રહે.સનવર્ડ કારખાનાની ઓરડીમાં જુના ઘુટુ રોડ,મોરબી)નું મોત નીપજ્યું હતું. જેની કોહવાય ગયેલી હાલતમાં લાશ મળતા પોલિસને જાણ કરાઈ હતી જેને પગલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે સ્ટાફે દોડી જઇ લાશને બહાર કાઢી અમોત અંગેની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.