વાંકાનેર તાલુકાના તીથવા ગામે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો ત્રણ પાનાનો જુગાર રમતા ચાર ઇસમોને વાજનેર તાલુકા પોલુસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં આરોપી નવઘણભાઈ પ્રવીણભાઈ સીતાપરા ઉવ.૩૦ રહે. તીથવા કોળીવાસ, મગનભાઈ કરશનભાઈ સાથલીયા ઉવ.૫૦ રહે. તીથવા ધાર લાલશાનગર, દેશમભાઈ ઉદલીયાભાઈ ધાણક ઉવ.૨૭ રહે.હાલ નવા પેટ્રોલ પંપની બાજુમાં મૂળ રહે. રંગપુર સડલી છોટાઉદેપુર તથા દિનેશભાઈ વશરામભાઈ સીતાપરા ઉવ.૩૫ રહે. તીથવા કોળીવાસ વાળાને રોકડા રૂ.૭,૨૦૦/-સાથે ઝડપી લેવામાં આવી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.