માળીયા મીયાણા પોલીસે માળીયા મિયાણા તાલુકાના જશાપર ગામની ખરાવાડમાં પહોંચતા ચાર ઇસમો ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવાની પેરવી કરતા હોવાનું ધ્યાને આવતા ચાર ઇસમોને ડીઝલનું ટેન્કર, ટેન્કરમાં ભરેલ ડીઝલ અને ચોરી કરવાના સાધનો સહિત કુલ કિંમત રૂ.૪૪,૭૬,૬૨૩ ના મુદ્દામાલ કબ્જે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વનરાજસિંહ બાબરીયા સર્વેલન્સ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન માળીયા મિંયાણા તાલુકાના જશાપર ગામની ખરાવાડમાં પહોંચતા ચાર ઇસમો ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવાની પેરવી કરતા ઇસમોને ડીઝલનું ટેન્કર તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ અને ચોરી કરવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવર પ્રવેશસીંગ કાલીદાસસીંગ રાજપુત, કલીનર અમીતસીંગ ગોવિંદસીંગ રાજપુત, માલ કાઢનાર ધીરૂભાઇ લક્ષ્મણભાઇ કાનગડ અને મદદ કરનાર વશરામભાઇ રવજીભાઇ ખડોલાને નામનાં આરોપીઓ પાસેથી અશોક લેલન કંપનીનું ટેન્કર રજી.નં. GJ-12-BV-7662 કિ.રૂ.30,00,000/-, ટેન્કરમાં ભરેલ હાઇ ફલેશ હાઇ ડીઝલ ૨૯,૦૦૦ લીટર કિંમત રૂ.૧૪,૭૪,૪૨૩/-, ચોરી કરવાના સાધનો જેમાં લોખંડ કાપવાનું ગ્લાઇન્ડર નંગ-૦૧ કિ.રૂ.૨,૦૦૦/-, પ્લા.નુ ખાલી બેરલ નંગ-૦૧ કિં.રૂ.૨૦૦/- મળી કુલ કિંમત રૂ.૪૪,૭૬,૬૨૩/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી….
જેમાં આર.સી.ગોહિલ, એ.એસ.આઈ વનરાજસિંહ બાબરીયા, સમરથસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર, હરપાલસિંહ ખેર, જયપાલસીંહ ઝાલા, બિપીનભાઇ પરમાર, રાયમલભાઈ શિયાર તેમજ રવિભાઇ મિયાત્રા દ્વારા કામગીરી કરવામાં આવી છે.