Tuesday, June 17, 2025
HomeGujaratમાળીયા(મી) ના ભાવપર ગામે તળાવની પાળે જુગાર રમતા ૪ પકડાયા, બે નાસી...

માળીયા(મી) ના ભાવપર ગામે તળાવની પાળે જુગાર રમતા ૪ પકડાયા, બે નાસી છૂટ્યા.

માળીયા(મી) પોલીસે રોકડ તથા ૪ મોટર સાયકલ સહિત ૮૮ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના ભાવપર ગામે માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તળાવની પાળ નજીક બાવળની કાંટમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ તે જગ્યાએ રેઇડ કરતા જુગરીઓમાં નાસભાગ મચી ગયી હતી, ત્યારે ૪ જુગારીને પોલીસે પકડી લીધા હતા જ્યારે બે ઈસમો ભાગી છૂટ્યા હતા. પકડાયેલ આરોપીમાં દિનેશભાઈ હરીભાઈ બરબચીયા ઉ.૪૫ રહે. મોટાભેલા તા.માળીયા(મી), શૈલેષભાઈ મનહરભાઇ ફુલતરીયા ઉ.૩૩ રહે. ભાવપર તા.માળીયા(મી), જયદિપસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.૩૦ રહે. ભાવપર તા.માળીયા(મી), મુકેશભાઈ કચરાભાઇ ફુલતરીયા ઉ.૩૯ રહે. ભાવપર તા.માળીયા(મી) વાળાને રોકડા રૂ. ૮,૪૨૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે બે આરોપીઓ કાંતિભાઈ ધરમશીભાઈ સરડવા તથા અલ્પેશભાઈ ઉર્ફે બુગી કેશુભાઈ કલોલા બન્ને રહે. મોટા ભેલા તા.માળીયા(મી) વાળા રેઇડ દરમિયાન નદી છૂટ્યા હતા. આ સાથે માળીયા(મી) પોલીસે રોકડ તથા ચાર મોટર સાયકલ કિ.રૂ.૮૦ હજાર સહિત રૂ.૮૮,૪૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે, બીજીબાજુ નાસી ગયેલ બન્ને આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!