Saturday, October 5, 2024
HomeGujaratમોરબીમાં અલગ અલગ સ્થળે દારૂ સાથે નીકળેલા ચાર ઝડપાયા

મોરબીમાં અલગ અલગ સ્થળે દારૂ સાથે નીકળેલા ચાર ઝડપાયા

મોરબીમાં અલગ અલગ સ્થળોએથી એક એક બોટલ દારૂ સાથે નીકળેલા ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં.૬ માં આવેલ ડિલકસ પાન સામેની ગલીમાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઇંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વીસ્કી ની એક બોટલ કિ.રૂા.૫૨૦ સાથે ઇમ્તીયાજ ઉર્ફે જેમ્બો આમદભાઇ ચાનીયા (ઉ.વ.૩૪) રહે. મોરબી કાલીકા પ્લોટવાળાને ઝડપી લીધો હતો. આ ઉપરાંત મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ આયુષ હોસ્પીટલ નજીકથી યાકુબભાઇ સલેમાનભાઇ કઇડા (ઉ.વ.૨૮) રહે.મોરબી પંચાસર રોડ ન્યુ જનક સોસાયટી વાળાને વીદેશી દારૂની રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૧ બોટલ કિ.રૂ.૩૦૦ સાથે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મોરબીના પીપળી રોડ આવેલ રોયલ પાર્ક સામેના ભાગે રોડ પરથી ભાવેશભાઇ કેશવજીભાઇ સાવલીયા તથા નિશાંતભાઇ મનસુખભાઇ ભેંસદડીયાની આઇટેન રજી નં.GJ-36-F-6231 કાર અટકાવી તપાસ કરતા કારની ડ્રાઇવર સીટી નીચેના ભાગે વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ સુપરીઅર વ્હિસ્કીની એક બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા પોલીસે કાર સહિત રૂ.૧,૫૦,૩૭૫નો મુદામલ કબજે કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!