મોરબી તાલુકા પોલીસે જાંબુડીયા ગામની સીમ વિસ્તારમાં રીક્ષામાં દેશી દારૂ ભરી સપ્લાય કરવા નીકળેલ ચાર સખ્સોને ૧૦૦ લીટર દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા છે. જયારે એક મહિલા સહીત બે સખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીથી બાર કિમી દુર આવેલ જાંબુડીયા ગામે અમુક સખ્સો દેશી દારૂનું નેટવર્ક ચલાવતા હોવાની તાલુકા પોલીસને હોક્ક્સ હકીકત મળી હતી. આ હકીકતના આધારે વીતેલી સાંજે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં જાંબુડીયા ગામની સીમમાં, કોમેન્ટ સિરામીક પાસે, જાહેરમાં પસાર થતી જીજે ૦૩ એઝેડ ૯૫૦૪ નંબરની રીક્ષાને આંતરી લઈ તલાસી લીધી હતી. જેમાં રીક્ષાનીપાછળની ડેકીમાં ટેપના સ્ટીરીયાની લાકડાની પેટીમાંથી ત્રણ બાચકામાં સંતાડી લઇ જવાતો રૂપિયા બે હજારની કિંમતનો ૧૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે રીક્ષામાં સવાર મહમદઅસ્ફાક મહમદરફીક બુખારી રહે. રાજકોટ, જીલ્લા ગાર્ડન, બાપુનગર મેઇન રોડ, તા.જી.રાજકોટ, શકીલભાઇ મહેબુબભાઇ બ્લોચ, રહે. રાજકોટ, જીલ્લા ગાર્ડન, બાપુનગર મેઇન રોડ, તા.જી.રાજકોટ, ભરતભાઇ જગદીશભાઇ વરાણીયા રહે. વીસીપરા, સ્મશાન રોડ, પતંગ બોર્ડીગ સામે, તા.જી.મોરબી અને કિશનભાઇ જગદીશભાઇ કગથરા રહે. જાંબુડીયા, ખાડામાં, તા.જી.મોરબીવાળા સખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચમનભાઇ રહે. રાજકોટ, હ્યુન્ડાઇના શો-રૂમ પાસે, ૮૦- ફુટ રોડ, સત્યમ પાર્કની બાજુમાં, રાજકોટ અને ધનીબેન ઉર્ફે પોચી રમેશભાઇ કોળી રહે. મોરબી વાળા બે સખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ બંનેને ફરાર જાહેર કરી પકડાયેલ સખ્સોના કબજામાંથી અડધા લાખની રીક્ષા, ચાર મોબાઈલ ફોન અને ૨૩૩૦ની રોકડ રકમ સહીત રૂપિયા ૬૬૮૩૦નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.