Tuesday, September 17, 2024
HomeGujarat"અમારી સામે સિગારેટ પીવે છે" કહી ચાર શખ્સોએ મહિલા સહિત એક યુવક...

“અમારી સામે સિગારેટ પીવે છે” કહી ચાર શખ્સોએ મહિલા સહિત એક યુવક પર હૂમલો કર્યો

મોરબીમાં વધું એક મારમારીની ધટના સામે આવી છે. જેમાં એક યુવક
સિગારેટ પીતો હોય તેને અમારી સામે સિગારેટ પીવે છે તેમ કહી ચાર શખ્સોએ હૂમલો કર્યો હતો જેથી યુવકને બચાવવા વચ્ચે પડેલ યુવતીને પણ આરોંપીઓએ ઢોર માર મારતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૩૦/૧૧/૨૦૨૨નાં રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મનસુખભાઇ મોરબીનાં ઈન્દિરાનગરમા સીગારેટ પીતા હોય તે વખતે આનંદભાઈ દિનેશભાઈ ચાવડા તથા રીષીભાઈ દિનેશભાઈ ચાવડાએ કેમ તુ અમારી સામે સિગારેટ પીવે છે તેમ કહિ મનસુખને ગાળો દેતા મનસુખે ગાળો આપવાની ના પાડતા આરોપી આનંદભાઈ તથા રીષીભાઈએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેને લઇ મનીષાબેન હનાભાઈ ચાવડાએ વચ્ચે પડી મનસુખભાઇને છોડાવી બન્ને તેના ઘરે જતા હોય ત્યારે થોડે આગળ રામાપીરના મંદીર પાસે પહોંચતા આનંદભાઈ દિનેશભાઈ ચાવડા, રીષીભાઈ દિનેશભાઈ ચાવડા, કમળાબેન દિનેશભાઈ ચાવડા તથા શીલ્પાબેન આનંદભાઈ ચાવડાએ ત્યાં આવી કમળાબેન તથા શીલ્પાબેનને ફરીયાદી મહિલા તથા મનસુખને ગાળો દઈ આનંદભાઈ તથા રીષિએ બન્નેને ઢીકાપાટૂનો મારમારી અને રીષીભાઈએ મનસુખને છરીનો ઘા મારવા જતા ફરીયાદી મનીષાબેને તેનો ડાબો હાથ વચ્ચે નાંખતા ડાબા હાથની આંગળીમા ટાંકા આવેલ હોય અને આરોપી આનંદે મનસુખને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!