હળવદની ટીકર ચોકડી નજીક આવેલ ચંડી પેટ્રોલ પંપના બે કર્મચારીઓ ઉપર કારમાં પેટ્રોલ ભરાવવા આવેલ શખ્સને લાઈનમાં આવી પેટ્રોલ ભરાવવાનું કહેતા સારું ન લાગેલ ત્યારબાદ રાત્રીના ચાર શખ્સો દ્વારા પેટ્રોલ પંપના બંને કર્મચારી ઉપર લોખંડના પાઇપ, ધોકા સહીત હુમલો કરી તથા કર્મચારીના મોટર સાયકલમાં નુકસાન કરી નાસી ગયેલ જે મુજબની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના હાથી ભાટા ગામના વતની હાલ હળવદની ટીકર ચોકડી ચંડી પેટ્રોલ પંપમાં રહેતા કૈલાશસિંગ બલવીરસિગ ચૌહાણ ઉવ.૨૦ એ હળવદ પોલીસ મથકમાં આરોપી જયદીપભાઈ દિનેશભાઈ ડાભી તથા અજાણ્યાં ત્રણેક માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી જયદીપભાઈ પોતાનાં હવાલા વાળી મારુતી સ્વીફ્ટ કારમા પેટ્રોલ પુરાવા માટે ચંડી પેટ્રોલ પંમ્પ પર આવી આવ્યા હતા ત્યારે પેટ્રોલ ભરાવવા માટેની વાહનોની લાઈનમા ઉભા ન રહી બારોબાર પેટ્રોલ પુરવાનુ કહેતા કૈલાસસિંગે તેઓને લાઈનમા આવી પેટ્રોલ પુરવાનુ કહેતા આરોપી જયદીપભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝગડો કરી ગાળૉ બોલી પતાવી દેવાની ધમકી આપી જતો રહ્યો હતો. ત્યારબાદ આરોપી જયદીપભાઈ રાત્રીના આશરે સાડા અગીયારેક વાગે ચંડી પેટ્રોલ પંપ પર અન્ય ત્રણ અજાણ્યાં માણસો સાથે આવી કૈલાશસિંગને અને દર્શનભાઈ રસીકભાઈ ગઢવાણાને પાઈપ તથા ધોકાથી માથામાં તથા શરીરે માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ ચંડી પેટ્રોલ પંપમાં તથા દર્શનભાઈના મોટર સાયકલને નુક્શાન કરી ચારેય શખ્સો નાસી નાશી ગયા હતા. હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.