Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ગઈકાલે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ચાર ઇસમોની...

મોરબી જિલ્લામાં ગઈકાલે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ચાર ઇસમોની અટકાયત : એકની શોધખોળ

મોરબી જિલ્લામાં દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ સ્થળોએ રેઈડ કરી ચાર ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા છે. જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે આંદેણા ગામની સીમમાં મોરબી-હળવદ રોડ રામદેવ હોટલની સામે વોચ ગોઠવી રાખી GJ-24-W8142 નંબરની ઓટોરીક્ષા સ્થળ પરથી નીકળતા તેને રોકી ઓટોરીક્ષામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની ગ્રીન લેબલ એકપોર્ટ સ્પેશયલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૯૨ બોટલનો રૂ.૨૭,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ઓટોરીક્ષા મળી કુલ રૂ.૧,૨૭,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ભરતસિંહ અભેસિંહ વાઘેલાની અટકાયત કરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે અગાભી પીપળીયા ગામની સાજળીયા વાળી સીમમાં આવેલ યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજાની વાડીએ રેઇડ કરી વાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય પરપ્રાંત બનાવટની ઇંગ્લીશ દારૂની ૨૮ બોટલનો રૂ.૧૦,૪૮૦/- તથા અલગ અલગ બ્રાન્ડની ભારતીય પરપ્રાંત બનાવટની ઇંગ્લીશ દારૂની નાની ૧૬૭ બોટલનો રૂ.૧૬,૭૦૦/-no મુદ્દામાલ મળી કુલ રૂ.૨૭,૧૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજાની અટકાયત કરી છે. તેમજ આરોપીએ આ મુદ્દામાલ કલ્પેશભાઇ ખાચર પાસેથી મંગાવી પોતાની વાડીમાં આવેલ એકઢાળીયામાં ઢોરની ગમાણમાં રાખ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળેલ કે, એક GJ-08-AV-6287 નંબરની સી.એન.જી. રિક્ષા વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી હળવદ તરફથી મોરબી આવનાર છે જે હકીકતના આધારે સ્થળ પર અલગ અલગ ટીમ બનાવી વોચ તપાસમાં ગોઠવાયેલ દરમ્યાન હકીકતવાળી બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા સ્થળ પરથી નીકળતા તેને ઉભી રાખવા ઇશારો કરતા રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઇ ભાગવા જતા તેનો પીછો કરી રીક્ષાને આંતરી ઉભી રખાવી ચેક કરતા તેમાં વનરાજસિંહ છનુભા વાઘેલા તથા યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના બે ઇસમો બેસેલ હોય અને તે રીક્ષાની પાછળની સીટ નીચે તથા ડ્રાઇવર સીટ નીચેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કૂલ ૯૨ બોટલનો રૂ.૨૮,૮૦૦/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારુ તથા બજાજ કંપનીની સી.એન.જી.રીક્ષા લ મળી ફૂલ રૂ.૧,૨૮,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર બંને ઇસમો વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!