Saturday, April 20, 2024
HomeGujaratટંકારામાં મકાન ખાલી કરાવવા મામલે ભાડુઆત સહિત ચાર શખ્સોનો મકાન માલિક પર...

ટંકારામાં મકાન ખાલી કરાવવા મામલે ભાડુઆત સહિત ચાર શખ્સોનો મકાન માલિક પર હુમલો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના મીતાણા ગામના રહેવાસી રહેમતુલ્લા ઉર્ફે રફીક અબ્દુલ ઠેબા(ઉ.વ.૩૨) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને પાંચેક મહિના પહેલા તેનું મકાન બશીર સુમાર ઠેબાને રહેવા માટે આપેલ હોય જે ખાલી કરવાનું કહેતા સારું નહિં લાગતા આરોપી અકબરભાઈ સુમારભાઈ ઠેબા, રજાકભાઈ ગુલાબભાઇ મોતીયાર , બશીરભાઈ સુમારભાઈ ઠેબા અને રજાક ગુલાબભાઇ મોતિયાર નાં કાકા મુન્નાભાઈ (રહે.કુવાડવા પોલીસ ચોકી પાછળ) એમ ચાર ઇસમોએ બોલાચાલી કરી ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો, તેમજ લોખંડના પાઈપ અને લાકડીથી માથાના ભાગે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદ પરથી ટંકારા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!