રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સૂચના આપતા મોરબી એલ.સી.બી. દ્વારા ટંકારા તાલુકાના વીરપર ગામની સીમમાં ઝુપડામાંથી ઇંગ્લીશ દારૂ/દેશી દારૂના મુદામાલ સાથે ૪ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમ દ્વારા ખાનગીરાહે મળેલ હકિકતનાં આધારે, ટંકારા તાલુકાના વીરપર ગામની સીમ, વીરપરથી ધુનડા જતા સ્મશાન વાળા કાચા રસ્તે ઝુપડામાં રેઇડ કરતા સ્થળ પરથી ગે.કા. રીતે પરપ્રાંતમાંથી મંગાવેલ બ્લેન્ડર વ્હીસ્કીની ૪૮ બોટલોનો રૂ.૪૦૮૦૦/-, ગ્રીન લેબલ રીચ બ્લેન્ડની ૦૮ બોટલોનો રૂ.૨૮૦૦/- તથા કેફી પીણુ દેશી દારૂનો ૩૫૦ લીટરનો રૂ.૭૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૦૬૦૦/- નો મુદામાલ મળી આવતા શનીભાઇ શીવાભાઇ બાંભણીયા, રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા, ગણેશકુમાર બીલટુભાઇ શાહ તથા સમીરભાઇ હનીફભાઈ વીકીયાણી નામના શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તથા જયદિપસિંહ ઉર્ફે રાજા મહેન્દ્રસિંહ ઝાલા નામનો શખ્સ સ્થળ પર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી ટંકારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમ.પી.પંડ્યા,પીએસઆઈ કે.એચ. ભોચીયા,વી. એન.પરમાર,તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જોડાઈ હતી.