મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. જેમાં બે લોકોએ ગળેફાંસો ખાઈ તો એક બાળકીનું પાણીના ટાંકામાં પડી જતા ડુબી જતા મોત નીપજ્યું છે. જયારે બે યુવકોનાં પગ લપસી જતા કેનાલમાં પડી જતા તેઓના મોત નિપજ્યા છે.
પ્રથમ બનાવમાં, મોરબીનાં મઘુરમ સો.સા.શેરી નં-૦૨ આલાપ રોડ રવાપર રોડ ખાતે રહેતા કિશનભાઇ પ્રવિણભાઇ અઘારા નામના યુવકે ગત તા.૦૭/૦૯/૨૦૨૩ નાં રોજ કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના મૃતદેહને સારવાર અર્થે ઇનોવા ગાડી મારફતે મોરબી સરકારી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, વાંકાનેરનાં વાંકીયા-૩ હુશનેભાઇ મીમનજીભાઇ શેરસીયાની વાડીમાં રહેતા ભલુભાઇ કલારીયાની ચાર વર્ષની દીકરી પ્રવિણાબેન ગઈકાલે વાંકીયા-૩ હુશનેભાઇ મીમનજીભાઇ શેરસીયાની વાડીએ પાણીના ટાંકામાં પડી જતા ડુબી જતા તેને તાત્કાલિક બહાર કાઢી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, ટંકારાનાં ઇડન હિલ્સ રેસીન્ડન્સ બ્લોક –એ-૧૭ ધુનડા(સ) ખાતે રહેતા હીરેનભાઇ મનસુખભાઇ કડીવાર નામના યુવકે ગઈકાલે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનના રૂમ મા સાડી વડે પંખા સાથે પોતાની જાતે ગળે ફાસો ખાઇ લેતા તેના પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક નીચે ઉતારી ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ ટંકારા પોલીસ સ્ટેશનમાં કરાવી હતી.
ચોથા દરોડામાં, મોરબી તાલુકાનાં હરીપર(કેરાળા) ગામની સીમ જીવરાજભાઇ પટેલની વાળીની સામે હરીપર-ગાળા પેટા કેનાલ સાયફન પાસે રાહુલસિંહ રણજીતસિંહ રાવત તથા રૂપસિંહ સગુજી પઢીયાર નામના યુવકો બેઠા હતા. ત્યારે તેઓના પગ લપસતા બન્ને કેનાલમાં પડી જતા પાણીમાં તણાઇ જતા કેનાલના પાણીમાં ડુબી જતા મરણ જતા સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.