મોરબીમાં આપઘાત અને અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો નોંધાયા હતા.
પ્રથમ બનાવમાં, મોરબીનાં રફાળેશ્ર્વર ગામની સીમ વરૂડી માંના મંદીર સામે આવેલ GIDC માં શીવાય ટેકનોબાથ LLP કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ રાજસ્થાનનાં સુરેશ રતારામ માધવ નામના યુવકનાં લગ્નના પાંચ વર્ષ થવા છતા કોઇ સંતાન થયેલ ના હોય જેની યુવક તથા તેના પત્નિએ દવા, સારવાર કરાવેલ છતા કોઇ સંતાન ના થતા આ બાબતનું મરણ જનારને મનોમન લાગી આવતા રફાળેશ્ર્વર ગામની સીમ વરૂડી માંના મંદીર સામે આવેલ GIDC માં શીવાય ટેકનોબાથ LLP કારખાનાની લેબર કોલોનીમાં પોતાની રહેણાંક રૂમમાં જાતેથી પ્લાસ્ટિકની ટ્રેપીંગ પટ્ટી સાથે રૂમાલ બાંધી રૂમાલ વડે લટકી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારજને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, વાંકાનેરનાં સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસટીઝ મીલમા વધાસીયા સીમમાં રહેતા મૂળ એમ.પી.નાં દીલીપભાઇ મુનાભાઇ રાઠોડ નામનો યુવક ગત તા.૧૦/૦૬/૨૦૨૩ના રોજ સવારના દસેક વાગ્યાના વખતે સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસટીઝ મીલમા વધાસીયા સીમ ખાતે પ્લાન્ટ વીભાગમા હેલ્પર તરીકેનું કામ કરતો હતો. ત્યારે અચાનક અકસ્માતે પગ લપસી જતા ગરમ પાણીની ટાકીમા પડી જતા કેડથી નીચેના ભાગે દાઝી ગયેલની ઇજા થતા પ્રાથમીક સારવારમા વાંકાનેર મીતુલ પટેલના દવાખાને તેમજ વધુ સારવાર માટે મોરબી કીષ્ના હોસ્પિટલ ખાતે સારવારમા લઇ જતા અને ત્યા તેની દાઝી ગયેલની ઇજાની સારવાર કરી વધુ સારવાર માટે તા.૨૩/૦૬/૨૦૨૩ રોજ રાજકોટ સાર્થક હોસ્પિટલ ખાતે વધુ સારવારમા માટે લઇ ગયેલ હોય અને ત્યા તેની દાઝી ગયેલની સારવાર કરાવેલ અને તેને સારૂ થઇ ગયેલ હતુ અને ફરીથી વધુ તબિયત ખરાબ થતા મોરબી સાગર હોસ્પિટલ ખાતે તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ લઇ ગયેલ ત્યા તેની દાઝેલની સારવાર કરાવેલ અને ત્યાથી વધુ સારવાર માટે તા.૧૮/૦૮/૨૦૨૩ રોજ સારવારમા અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જતા ઇમરજન્સી વોર્ડમા બેભાન હાલતમા દાખલ કરેલ હતો સારવાર દરમ્યાન ફરજ પરના મેડીકલ ઓફીસરે તા.૨૧/૦૮/૨૦૨૩ના તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરી હતી.
ત્રીજા બનાવમાં, ટંકારાનાં લજાઇ ગામે રહેતા લક્ષ્મણભાઇ મુળજીભાઇ પાણ નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાના બાપા સીતારામ મંડપ સર્વિસના ગોડાઉનમાં છત પર આવેલ હુક સાથે દોરડા વડે પોતાની જાતે ગડે ફાંસો ખાઇ લેતા મરણ ગયેલ હાલતમાં તેને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે કાકાના દિકરા ભાઇ મનસુખભાઇ પ્રમજીભાઇ પાણ લઇ ગયેલ હતા. જેને ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ચોથા બનાવમાં, માળીયા મી.માં ગાંધીધામ કચ્છ પ્લોટ નં.૧૬૪ વોર્ડ GAG શ્રીભાઈ પ્રતાપ હાઉસિંગ સોસાયટી ભારતનગર ખાતે રહેતા મૂળ બિહારના યુવકે ગત તા.-૦૯/૦૯/૨૦૨૩ ના સવારના બારેક વાગ્યાની આસપાસ ખાખરેચી ગામની સીમમા આવેલ રેલ્વે ફાટક પાસે વે બ્રિઝ પાસે કોઈ કારણસર ટ્રકનો દરવાજો ખોલવા જતા ઇલેક્ટ્રિક કરંટ લાગતા પ્રથમ સીવીલ હોસ્પિટલ મોરબી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્યાથી વધુ સારવાર માટે દેવ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમા લઈ જતા સારવાર દરમીયાન તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.