મોરબી શહેર-જિલ્લામાં જુગાર અને સટ્ટાની પ્રવૃતિઓ વધી રહી છે. ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે મહેન્દ્રનગર ચોકડીના બાજુમા પુજારા ટેલીકોમ પાછળ રેઇડ કરી જૂગાર રમતા ૪ શકુનિઓને રોકડા રૂ.૧૦,૭૧૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર ચોકડીના બાજુમા પુજારા ટેલીકોમ પાછળ અમુક ઇસમો ગોળ કુંડાળું વળી તીન પત્તીનો જૂગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી જૂગાર રમતા હીરાભાઇ બચુભાઇ ધામેચા (રહે- શીતળામા વિસ્તાર મહેંદ્રનગર મોરબી-૨), મુનાભાઇ ભુપતભાઇ કુરીયા (રહે-કાંન્તીનગર માળીયા ફાટક પાસે મોરબી-૨), અફજલ ઇદરીસ સેખ (રહે- કાંતીનગર માળીયા ફાટક પાસે મોરબી-૨) તથા રાજેશભાઇ જીવણભાઇ પુરલીયા (રહે—વિધ્યુતનગના ગેટ પાસે મોરબી-૨) નામના શખ્સોને રોકડા રૂ.૧૦,૭૧૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂદ્ધ જુગારધારા કલમ.૧૨ મુજબ ગુનો નોંધી પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.