Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં ચાર સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા:એકની શોધખોળ

મોરબીમાં ચાર સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા:એકની શોધખોળ

મોરબીમાં વિદેશી દારુ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએથી ચાર ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા.જયારે એક ઈસમ ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીનાં આધારે વીશીપરા, બીલાલી મસ્જીદ પાછળ જાયન્સનગરમાં આવેલ સમીરભાઇ ઇકબાલભાઇ ઠેબાના રહેણાંક મકાને રેઈડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ ૨૧૬ બોટલોનો રૂ.૭૬,૪૮૮/- નો મુદામાલ કબ્જે કરી સમીરભાઇ ઇકબાલભાઇ ઠેબા નામના શખ્સની ટકાયત કરી છે. જયારે રમીઝ ઉર્ફે રમલો રફીકભાઇ મકરાણી નામનો શખ્સ સ્થળ પરથી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે બીજા બનાવમાં, મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીશીપરા મેઇન રોડ ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપરથી સંજયભાઇ ચમનભાઇ સોલંકી નામના શખ્સને ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ઓફીસર ચોઇસ ક્લાસીક વ્હીક્સીનાં રૂ.૧૦૦/-ના એક ચપલા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે ચેકીંગ દરમિયાન વાંકાનેર રેલ્વે સ્ટેશનથી આગળ હશનપર ગામ તરફ રોડ ઉપરથી રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટ નામના શખ્સને ગેર કાયદેસર પાસ.પરમીટ કે આધાર વગર ભારતિય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની GREEN LABEL WHISKYની ૦૬ બોટલોનાં રૂ.૨૦૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે ચોથા બનાવમાં, પીપળીયા ચોકડી જે.કે.ટી હોટલ પાસે રોડ ઉપરથી રામકુમાર રામસુરત કૌશીક નામના શખ્સને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા પળીયા ચોકડી જે.કે.ટી હોટલ પાસે રોડ ઉપરથી જી.જે.-૨૫-એન.-૪૪૮૭ નંબરની સ્પ્લેન્ડર પ્રો મોટરસાઈકલ પર જતા હોય ત્યારે રોકી શખ્સની તપાસ કરતા તેની પાસેથી 8 PM સ્પેશીયલ રેર વ્હીસ્કીની એક બોટલના ૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!