Saturday, January 17, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવો નોંધાયા

મોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવો નોંધાયા

મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાતા જીલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જેમાં ભૂલથી દવા પી જવાથી યુવતીનું મોત થયું તો ક્યાંક એકલવાયા જીવનથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો. હળવદ તાલુકામાં પિતાના ઠપકાથી લાગી આવતા યુવકે ઝેરી દવા પી લીધી જ્યારે કેન્સરની અસહ્ય પીડાથી પીડાતા એક આધેડે આત્મદાહ કરી જીવનનો અંત લાવ્યો હતો. ત્યારે તમામ અપમૃત્યુના બનાવોમાં પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ફાટસર ગામની સીમમાં કાનજીભાઇ જીવાભાઇની વાડીએ ઝૂપડામાં રહેતા ખેત શ્રમિક ઓરિવારની દીકરી કાજલબેન સુલતાનભાઇ ભીલ દ્વારા ભૂલથી ઝૂપડામાં પડેલી દવા પી લેવામાં આવતા તેમની તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં માળીયા(મી) તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલા સિમ્પોલો કારખાનાના લિમિટેડના લેબર ક્વાર્ટરમાં રહેતા આકાશ પ્રશાંદ રાજેન્દ્ર પ્રશાંદ ઉવ.૨૫ મૂળ ગામ કુશારી તા.જી.દેવરીયા ઉતરપ્રદેશ વાળાએ એકલવાયા જીવન અને માનસિક તણાવથી કંટાળી પોતાની જાતે પંખા સાથે કપડાથી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ બાદ તેમને મોરબી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર જાહેર કર્યા હતા.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપકડા ગામની સીમમાં રણજીતસિંહ કરશનભાઇ જાદવની વાડીએ રહેતા રાજેશભાઇ જુવાનસિંહ બારીયા ઉવ.૧૮ નામના યુવકને તેના પિતાએ રખડવાની બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા તેણે ખડ મારવાની દવા પી લીધી હતી. દવા પી લીધા બાદ તેની તબિયત લથડી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. યુવાનના અકાળે મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ ઉપરાંત હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં રમેશભાઇ ઠાકરશીભાઇ ચાવડાની વાડીએ છોટાલાલ નારાયણભાઇ હડીયલ ઉવ.૫૩ને છેલ્લા બાર વર્ષથી મોઢાનું કેન્સર હોય અને આ કારણે અસહ્ય પીડાથી પીડાતા છોટાલાલ હડીયલે આખરે કંટાળી સુકા જુવારના ઓધામાં આગ લગાવી આત્મદાહ કર્યો હતો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!