Wednesday, February 4, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવો નોંધાયા

મોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવો નોંધાયા

મોરબી જીલ્લાના મોરબી તાલુકા, વાંકાનેર, માળીયા મીં. અને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા છે. જેમાં માનસિક બીમારી, ગળેફાંસો ખાઈ આપઘાતના બનાવો સામે આવ્યા છે. તમામ મામલે મોરબી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના સોખડા બહાદુરગઢ રોડ પર રમેશભાઈ બાલાસરાની વાડીમાંથી સંજયભાઈ ઉર્ફે કરશનભાઈ હીરાભાઈ સુરેલા ઉવ.૩૬ રહે. સોખડા જી.એન.એફ.સી. નગર વાળાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. તાલુકા પોલીસની તપાસમાં વાડી માલીક રમેશભાઈ નરસંગભાઈ બાલાસરા પાસેથી પ્રાથમિક વિગતોમાં મૃતક સંજયભાઈ માનસિક બીમારીથી પીડિત હતા અને છ-સાત દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયા હતા. જે વિગતોને આધારે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

બીજા અપમૃત્યુના બનાવમાં વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચળભાઈ ગોવિંદભાઈ સોલંકી ઉવ.૬૭ને ઘણા સમયથી બીપીની બીમારી હોય, ત્યારે આ બીમારી સબબ અવચળભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

અપમૃત્યુના ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી)તાલુકાના નવલખી પોર્ટ વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે ઓરડીમાં એક કિશોરના આપઘાતનો બનાવ નોંધાયો છે. જેમાં રામસીંગભાઈ બાબુભાઈ ભગોરા ઉવ.૧૬ રહે.છાયાન ફળીયુ કરંબા ગામ તા. સંજેલી જી. દાહોદ વાળા છેલ્લા કેટલાક દિવસથી નવલખી પોર્ટ ખાતે કડીયાકામ કરતો હતો. જ્યારે તેની માતા રાજકોટ રહેતા હોવાથી ત્યાં જવાની જીદ કરતા તેના જકાએ બે દિવસ બાદ જવાનું કહેતા, આ બાબતનું મનમાં લાગી આવતા તેણે ઓરડીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યારે તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું.

આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવમાં હળવદના કવાડિયા ગામે વિરમભાઈ ઉર્ફે હકો ધનજીભાઈ કોપાણિયા ઉવ.૩૦એ પોતાની વાડીએ જાંબુડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃત્યુના આ બનાવ અંગે પોલ્સની પ્રાથમિક તપાસમાં મૃતકના પિતા ધનજીભાઈ રામજીભાઈ કોપાણિયા પાસેથી મળતી માહિતી અનુસાર, મૃતકની પત્ની છેલ્લા બે મહીનાથી રીસામણે હોવાથી મૃતક માનસિક રીતે કંટાળી ગયો હતો અને આ કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!