મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર અલગ અલગ જગ્યાએ અપમૃત્યુના બનાવ બનતા પોલીસ ચોપડે અ.મોતની નોંધ કરવામાં આવી છે. મોરબી સામાકાંઠા વિસ્તાર, બંધુનગર ગામે, માટેલ તથા હળવદના લીલાપુર ગામે એમ અલગ અકાગ સ્થાકે આપઘાત તથા અકસ્માતે ચાર વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા.
મોરબી જીલ્લામાં વિવિધ જગ્યાએ થયેલા ચાર અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પ્રથમ ઘટના મોરબી શહેરના ગેંડા સર્કલ પાસે બની, જ્યાં વાંકાનેરના તારાબેન નંદલાલ ગોહેલ ઉવ.૬૬ નામના વૃદ્ધાને છાતીમાં અચાનક દુખાવો થતા તેઓ બેભાન થઈ જતા તેઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યા છે.
બીજી ઘટના બંધુનગરના સોનસેરા સીરામીક લેબર કોલોનીમાં નોંધાઇ હતી, જ્યાં રંજનબેન હરીહર પાતરા ઉવ.૨૦ મૂળ રહે- ડાંગર તા.બાલ્યાપલ જી.બાલેશ્વર ઓરીસ્સા વાળીએ લેબર કોલોનીના રૂમ અંદર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.
અપમૃત્યુની ત્રીજી ઘટના માટેલ ગામની સુજોરા સીરામીક લેબર કોલોનીમાં બની હતી, જ્યાં યોગેશ ઉર્ફે અજય ભીમરાજ ગુર્જર ઉવ.૨૮ મૂળ રહે.અડ્ડા તા.બ્યાના જી.ભરતપુર (રાજસ્થાન) વાળો સુજોરા સીરામીકની લેબર કોલોનીના બીજા માળની લોખંડની સીડી ઉપરથી અકસ્માતે પગ લપસતા ઊંચાઈએથી નીચે પડી અને આંતરિક ગંભીર ઈજા થવાને કારણે મોરબી સરકારી હોસ્પિટલમાં લઈ જતા જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત ચોથા અપમૃત્યુના બનાવમાં હળવદ તાલુકાના લીલાપુર ગામે વાડીએ રહેતા ખેતશ્રમિક રસીકભાઇ ચંદુભાઇ રાઠવા ઉવ.૧૯ મૂળ રહે.ઉપલુ ફળીયુ જી.છોટાઉદેપુર વાળાની સગાઇ વંકલા ગામ તા.નસવાડી જી.છોટાઉદેપુર ખાતે કરવાની હોય અને ત્યાં રસિકભાઈને સગાઇ કરવી ન હોય જેથી મનમાં લાગી આવતા પોતાની જાતે ગઈ તા.૨૨/૧૦ ના રાત્રીના ઝેરી દવા પી લેતા સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમાં હોય તે દરમીયાન તા.૨૩/૧૦ના રોજ રસિકભાઈનું ચાલુ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.









