હળવદ-માળીયા હાઇવેના ફાઉન્ટન હોટલ નજીક અજાણ્યા ચાર વ્યક્તિઓ કે જેઓ સફેદ કલરની કારમાં આવી ટ્રક ઉપર પથ્થર મારતા હોય ત્યારે ટ્રક ડ્રાઇવર ત્યાં આવી જતા, તેમને પણ ઢીકા પાટુ અને લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી અને ટ્રકને નુકશાન કરી ચારેય આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા તપાસ શરૂ કરી છે.
હળવદમાં હળવદ-માળીયા હાઇવે રોડ પર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં થયેલા બનાવમાં સફેદ કારમાં આવેલા અજાણ્યા ચાર ઇસમોએ ટ્રક ડ્રાઇવર સુરેશભાઇ સરજુભાઈ આહિર ઉવ.૪૫ રહે. અમદાવાદમાં બાપુનગર જય બજરંગ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મૂળરહે. માનગઝ તા.જી.બલીયા(ઉત્તરપ્રદેશ) વાળાને અજાણ્યા આરોપીઓએ તેમની હવાલા વાળી ટ્રક જીજે-૦૧-ડીએક્સ-૮૧૨૧ ઉપર પથ્થર ફેંક્યા, જેનાથી ટ્રકને નુકશાન થયું. ત્યારબાદ તેઓ ડ્રાઇવર ઉપર ઢીકા પાટુ અને લાકડાની લાઠી વડે મોઢા અને માથા પર હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. હાલ આ મામલે ટ્રક ડ્રાઇવરની ફરિયાદને આધારે અજાણ્યા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









