માળીયા મીયાણા તાલુકાના વવાણીયા, મોટાભેલા, ભાવપર, બગસરા ગામડાઓમાં પીવાનું પાણી પુરતુ અપાવવા અને ગેરકાયદેસર કનેક્શન દુર કરવા કલેકટર કચેરીએ ગામ પંચાયત દ્વારા આવેદનપત્ર આપી સંયુક્ત રજુઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જીલ્લા કલેકટરની કચેરીએ માળીયા મિયાણા તાલુકાના ગામડાઓમાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી પૂરતું આપવા માટે રજૂઆત કરાઈ છે. છેવાળા વિસ્તારમાં આવેલ ગામડાઓમાં પીવાના પાણીની કાયમી સમસ્યાઓ રહેતી હોય છે અને પાણી પુરવઠાના અધિકારીને અનેક લેખિત રજૂઆત તેમજ તેમના કોન્ટ્રાક્ટને અનેક ફોન દ્વારા રજુઆત ગામના સરપંચો દ્વારા કરવામાં આવી હોવા છતાં કોઈ નિકાલ ન થતાં આજ રોજ જીલ્લા કલેકટર સાહેબની કચેરીએ વવાણીયા, મોટાભેલા, ભાવપર, બગસરા ગામડાઓમાં ગામ પંચાયતના સયૂકત સરપંચો દ્વારા સાથે મળીને પોત પોતાના ગામને મળતું પીવાનુ પાણી પ્રશ્ને કાયમી નિકાલ આવે તેમજ પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલાથી અપાતું પીવાનું પાણી પુરતુ ગામડાઓમાં આવતું નો હોય જે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. મોરબીથી પાણી નો પૂરતો જથ્થો આવતો હોય પરંતુ ત્યાં પાણી પુરવઠાની મેન લાઈનમાં ગેરકાયદેસર અનેક ભુતીયા કનેક્શન નાખેલા હોય જેથી ગામડાઓમા કાયમી પીવાના પીણીની મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. અને ગામ પંચાયત દ્વારા પોતાના ગામમાં આવેલ શહેરરી વિસ્તારમાં પાણી વિતરણ કરી શકતા નથી. નાનાભેલાથી અપાતું પાઈપ લાઈન દ્વારા પાણી દર ત્રણ દિવસે અપાય છે અને તે પણ અપુરતુ પાણી આવતું હોય છે તો તેને દર બીજા દિવસે અને પુરતુ પીવાનુ પાણી પુરતુ અપાવવા તેમજ ભુતીયા કનેક્શન વિરૂધ્ધ કાર્યવાહી કરવાવવાની લેખિતમાં ગામ પંચાયત દ્વારા રજૂઆત કરીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે…..