Saturday, December 21, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં નવા ઢુવા ગામ પાસે ઓરડીમાંથી દેશી દારૂના જથ્થા સાથે ચાર...

વાંકાનેર તાલુકાનાં નવા ઢુવા ગામ પાસે ઓરડીમાંથી દેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા

વાંકાનેર : બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે બાતમીનાં આધારે વાંકાનેરના નવા ઢુવા ગામ પાસે પાવર હાઉસની પાછળ આવેલ ઓરડીમાં પોલીસે દરોડો કરીને દેશી દારૂના કુલ બાચકા નંગ-૪ જેમા ૫ લીટરની ક્ષમતા વાળી કોથળીઓ નંગ-૩૦ તથા ૨૫૦ મી.લી. ની ક્ષમતાવાળી પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૨૦૦ મળી કુલ કેફીપીણુ આશરે ૨૦૦ લીટર (કિં.રૂ. ૪૦૦૦/-) ના મુદામાલ સાથે આરોપીઓ કિશનભા પ્રવિણભા લાંબા (ઉ.વ.૨૩, રહે. મહેન્દ્રનગર, સર્મપણ હોસ્પીટલ પાછળ, ગાયત્રીનગર, મોરબી-ર), મહેશભાઇ જીવાભાઇ સોંલકી (ઉ.વ.૨૩, રહે. મોરબી, કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી-ર), રાજેશભાઇ જીવાભાઇ સોંલકી (ઉ.વ.૨૮, રહે. મોરબી, કુબેરટોકીઝ પાછળ, શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી-ર) તથા શંકરભાઇ બાબુભાઇ અખીયાણી (ઉ.વ.૨૯, રહે. મોરબી કુબેરટોકીઝ પાછળ શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી) ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!