આ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબી પોલીસ ને બાતમી મળી હતી કે મોરબીના રવાપર રોડ પર આવેલા સાનિધ્ય એપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટ માં એક મહિલા દ્વારા નાલ ઉઘરાવીને જુગારધામ ચલવવામાં આવે છે જે બાતમી ને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સરનામે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ચાર મહિલાઓ ને જુગાર રમતા ઝડપી લેવાઇ હતી .
જેમાં જાગૃતિબેન અનિલભાઈ બોપલીયા(ઉ.૪૦ રહે.રાજધાની એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૨ બોની પાર્ક ) દ્વારા પોતાના સાનિધ્ય એપાર્ટમેન્ટ માં આવેલ ફ્લેટ માં હંસાબેન કાળુભાઇ ગોસ્વામી (ઉ.૫૨ રહે.રવિ પાર્ક વાવડી રોડ),અનિશાબેન કાસમભાઈ સુમરા (ઉ.૫૦ રહે.મકરાણીવાસ,અકબર ફકીરના મકાનમાં),ભારતીબેન હિતેશભાઈ કાસુન્દ્રા (ઉ.૪૦ રહે.રવાપર રોડ,મોરબી) ને બહારથી જુગાર રમવા બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હતો જે દરમિયાન મોરબી પોલીસ એ દરોડો પાડીને ઉપરોક્ત ચાર મહિલા આરોપીઓને કુલ રૂ.૧,૭૯,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પડ્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી .