વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓએ નગ્માને સોડિયમ પાવડર પીવડાવી વઢવાણ ખાતે નવલસિંહના ઘરે મોતને ઘાટ ઉતારી લાશના ટુકડા કરી કોથરામાં ભરી ગાડીમાં મૂકી વાંકાનેરના ધમલપર ખાતે લાશનો નિકાલ કર્યો હતો. જે બનાવમાં આરોપીને પકડી ત્રણ દિવસના રિમાન્ડ મળતાં બંને જગ્યાએ આરોપી જીગરને લઇ જઇ આરોપીની રિકન્સટ્રકશન કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ પાર્ટ ગુન્હા રજીસ્ટર નં. ૧૨૨૦/૨૪ IPC કલમ ૩૦૨, ૨૦૧, ૩૪, ૧૨- બી વગેરે મુજબના ગુન્હામાં નગ્માબેનને સોડિયમ પાવડર પીવડાવી વઢવાણ અને આરોપી નવલસિંહના ઘરે સોડિયમ પાવડર પીવડાવી ઉપરના રૂમમાં લઈ જઈ તેના કટકા કરી લાશના ટુકડા અલગ અલગ કોથડામાં ભરી ગાડીમાં મૂકી વાંકાનેર ધમલપર ખાતે લાશનો નિકાલ કર્યો હતો. જેમાં આરોપી જીગર ભાનુભાઇ ગોહિલને તા. ૨૪/૧૨/૨૦૨૪ ને ૮:૦૦ વાગ્યે અટક કરી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેને વઢવાણ ખાતે બનેલ બનાવની જગ્યાએ રિકન્સટ્રશન કરાવ્યું તેમજ લાશનો નિકાલ કરેલ તે વાંકાનેર ધમલપર વાળી જગ્યાએ જઈ દેખાડતા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પંચનામુ કરવામાં આવ્યું હતું.