Friday, June 6, 2025
HomeGujaratટંકારા સનસનીખેજ લૂંટ કેસમાં ચોથો આરોપી પાલીતાણા આશ્રમમાંથી ઝડપાયો:રાજસ્થાનથી ઘડાયો લૂંટનો પ્લાન!લૂંટને...

ટંકારા સનસનીખેજ લૂંટ કેસમાં ચોથો આરોપી પાલીતાણા આશ્રમમાંથી ઝડપાયો:રાજસ્થાનથી ઘડાયો લૂંટનો પ્લાન!લૂંટને “રેડ” તરીકે સંબોધન કરતા હતા લૂંટારા!

ગત તારીખ 21 મે ના રોજ ટંકારા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ 90 લાખની લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે પકડી પાડ્યો છે. ટંકારા પોલીસે આરોપી હિતેષ ચાવડાને ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામની સીમમા આવેલ શ્રી વિજાઆપાના આશ્રમ ખાતે હોવાની બાતમીને આધારે પકડી પાડ્યો છે.જે આરોપીને પકડી પૂછપરછ કરતા પકડાયેલ આરોપીએ ફિલ્મી ઢબે કરેલી લૂંટની સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવી ચોંકાવનારી કબૂલાત આપી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,ગત તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ફરિયાદી નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી અને જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રાજકોટ આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગડીયા પેઢીના રોકડા રૂપીયા 90 લાખ સાથે કાર લઈ રાજકોટ થી મોરબી આવતા હતા.ત્યારે એક બલેનો કાર તેમજ પોલો કારથી લૂંટારૂઓએ પીછો કરી ફરિયાદીની કાર ને ઠોકર મારી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી રોકડા રૂપીયા ૯૦,૦૦,૦૦૦/- ની લુંટ કરી નાશી ગયા હતા.જેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ગુન્હામાં નાકાબંધી દરમ્યાન ગણતરીની કલાકોમાં આરોપી અભિભાઇ લાલાભાઇ અલગોતર, અભીજીતભાઇ ભાવેશભાઇ ભાર્ગવ (રહે. બન્ને ભાવનગર)વાળાઓ પાસેથી રોકડા રૂ.૭૨,૫૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૮૧,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. જેની પૂછપરછમાં ગુન્હામાં લુંટ કરનાર આરોપીઓને આશરો આપનાર તેમજ માહીતી આપનાર ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કોઇર કારખાનાનું સંચાલન કરનાર દિગ્વીજયભાઇ અમરશીભાઇ ઢેઢી વાળાની સંડોવણી સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.સાથે જ આ લૂંટ પ્રકરણમાં હીતેષભાઇ ચાવડા, નિકુલભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીર વિગેરે નામ ખુલ્યા હતા.

આ કેસમાં અગાઉઆ ત્રણ આરોપી ઝડપાઈ ચૂક્યા છે અને તેની તપાસ દરમ્યાન આરોપી હિતેષ ચાવડા ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામની સીમમા આવેલ શ્રી વિજાઆપાના આશ્રમ ખાતે હોવાની બાતમી પોલીસને મળતા પીઆઇ સહિતનાઓએ અલગ અલગ બે ટીમો બનાવી દુધાળા ગામની સીમમાં આવેલ વિજાબાપાના આશ્રમ ખાતે સર્ચ હાથ ધરી આરોપી હિતેષભાઈ પાંચાભાઈ ચાવડા ને લુંટ કરેલ રોકડા રૂપીયા પૈકી રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

આરોપીઓએ કઈ રીતે બનાવ્યો લૂંટનો પ્લાન?

આરોપી હિતેશ ચાવડાની પુછપરછ દરમ્યાન પોતે તેમજ સહ આરોપી પરેશ જોગરાણા, દર્શીલ બોલીયા અને અન્ય એક વ્યકિત એમ બધા રાજસ્થાન ખાતે ફરવા ગયા હતા.તે દરમ્યાન પોતાના મિત્ર સહ આરોપી અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીરે જણાવ્યું હતું કે, રાજકોટ થી મોરબી દરરોજ આંગડીયા પેઢીના મોટી માતબર રકમ ભરેલ કાર જાય છે. જે કારને આંતરી લુંટ કરવાની છે. તેમ વાત કરી અલ્પેશ પરમારે મોબાઇલ ફોનમાં લોકેશન મોકલ્યું હતું.જે લોકેશન આધારે આરોપી હીતેશ ચાવડા, પરેશ જોગરાણા, દર્શીલ બોલીયા એમ ત્રણેય રાજસ્થાન ખાતેથી સીધા ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવી આરોપી દિગ્વિજય ના બાલાજી કોઇર નામના કારખાને તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ આવેલ જ્યાં અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીર તથા કારખાનેદાર દિગ્વીજય પટેલ હાજર હતા.જે બધા સાથે મળી લુંટનો આખો પ્લાન બનાવી અને તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ટંકારા ખાતેથી આરોપી હીતેશ ચાવડાની બલેનો કાર લઇ રાજકોટ બેડી ચોકડીએ આંગડીયા પેઢીની કારની રેકી કરી હતી.પરંતુ એક કારથી લુંટ શકય ન હોય અને વધુ માણસોની જરૂરીયાત જણાતા આરોપી હીતેશ ચાવડાએ પોતાના મિત્રો અભિભાઇ અલગોતર, અભીજીતભાઇ ભાવેશભાઇ ભાર્ગવ, નિકુલભાઇ અલગોતર રહે. ત્રણેય ભાવનગર વાળાઓને પોલો કાર સાથે ટંકારા ખાતે બોલાવી તમામ આરોપીઓએ બાલાજી કોઇર કારખાને ફરીથી લુંટનો પ્લાન બનાવી કારખાનેથી લાકડાના ધોકા, છરી, પાઇપ જેવા હથિયાર સાથે લઇ તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ કુલ પ્રૂફ પ્લાન સાથે ફરીયાદીની પૈસા ભરેલ XUV-3૦૦ નં-GJ-03-NK-3502 વાળીને મિતાણા ગામ પાસે ચામુંડા હોટેલ નજીક પોલો કારથી ઠોકર મારતા કાર ઉભી ન રહેતા જેથી બલેનો કારથી પકડાયેલ આરોપી હીતેશ ચાવડાનાએ પીછો કરી ફરીયાદીની ગાડીને ટકકર મારી અટકાવી લુંટ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.જે ગુનાના વોન્ટેડ આરોપીઓને આશરો આપનારા તેમજ ગુનામાં મુદામાલની લુંટમાં મદદ કરનારા બીજા પણ માણસો સંડોવાયેલા હોવાની શકયતા હોય જે તમામ દિશામાં આરોપીઓ શોધવાની કાર્યવાહી ચાલુમાં છે.

આરોપીઓ લૂંટને “રેડ” તરીકે ઉલ્લેખ કરતા હોવાનો ખુલાસો

આરોપીઓ પ્લાન સમયે આ સમગ્ર લૂંટ ને રેડ તરીકે સંબોધન કરતા હતા ત્યારે આ મામલે હજુ વધુ આરોપીઓ ઝડપાય બાદ આગામી સમયમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.સાથે જ આ સમગ્ર લૂંટના પ્લાન ને ફૂલપ્રૂફ રીતે ઘડવામાં આવ્યો હોય જેથી આ ગુનામાં અનુભવી રીઢા ગુનેગાર નો હાથ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ કામગીરીમાં વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા,ટંકારા પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાસીયા, ASI સુરેશભાઈ,જીતેન્દ્રભાઇ, ભાવેશભાઈ,જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા,હરપાલસિંહ ઝાલા,પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા,બળવંતભાઇ દેગામા, રવિરાજસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!