Tuesday, April 15, 2025
HomeGujaratમોરબીમાં સોશિયલ મીડિયામાં બર્થડે ના નામે ફ્રોડ APK ફાઈલ વાયરલ: આવી ફાઈલ...

મોરબીમાં સોશિયલ મીડિયામાં બર્થડે ના નામે ફ્રોડ APK ફાઈલ વાયરલ: આવી ફાઈલ ડાઉનલોડ કરવાથી બચો:મોરબી પોલીસે કરી લોકોને અપીલ

હાલ સોશિયલ મીડિયાના સમયમાં સાયબર ફ્રોડ ના કેસ વધી રહ્યાં છે. ત્યારે સાયબર માફિયા દ્વારા happy birthday party કે wedding invitation અથવા અન્ય નામો લખેલી APK ફાઈલ આવે તો ડાઉન લોડ નહિ કરવા મોરબી પોલીસ દ્વારા અપીલ કરાઇ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરતો સંદેશો આપવામાં આવ્યો છે.જેમાં સાયબર માફીયાઓ દ્વારા અલગ અલગ પ્રકારે લોકોને સાયબર ફ્રોડ નો ભોગ બનાવવામાં આવી રહ્યા છે.જેમાં નવો કીમિયો શોધી લેભાગુ તત્વો દ્વારા વોટ્સ એપ દ્વારા happy birthday party તેમજ wedding invitation લખેલું APK ફાઈલ મોકલી ડાઉનલોડ કરવાનું કહેતા તે ડાઉનલોડ કરતાની સાથે જ વોટ્સ એપ અને ફોન હેક થઈ જાય છે. તેમજ ફાઈલ ઓળખીતાને ફોરવર્ડ કરવામાં આવશે.જેથી આવી APK ફાઈલ આવે તો ડાઉનલોડ નહિ કરી સ્કેમથી બચવા અપીલ કરવામાં આવી છે.તેમજ ઇમરજન્સી ૧૧૨, મહિલા સહાય માટે ૧૮૧ તેમજ સાયબર હેલ્પ લાઇન માટે ૧૯૩૦ પર સંર્પક કરવા મોરબી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આવી ફાઇલોને કેવી રીતે ઓળખશો?

કોઈ પણ ગ્રુપમાં ડોક્યુમેન્ટ સ્વરૂપે આવી ફાઈલ આવતી હોય છે અને કોઈ પણ યોજના ,બર્થ ડે વિશ નામ લખેલ હોય છે સાથે જ APK લખેલ હોય છે “APK” લખેલ કોઈપણ ફાઇલ ડાઉનલોડ કરવી નહીં.જો આ ફાઇલ ડાઉનલોડ કરશો તુરંત તમારા મોબાઇલમાં માલવેર બગ (એક પ્રકારનો વાયરસ) પ્રવેશી જશે અને તમારો મોબાઈલ અને વોટ્સએપ હેક થઈ શકે છે પછી તમારા વોટ્સએપ નો દુરુપયોગ થઈ શકે છે.

જો ભૂલથી તમે આ ફાઇલ ડાઉનલોડ કરી લીધી છે તો તુરંત સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!