મોરબી ના ટીમડી નજીક આવેલ નવરચના સ્ટોન ના માલિક ને ખોટી ઓળખ આપી ૭૫ લાખ રૂપિયા ની ઠગાઈ કરી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ટીમડી નજીક આવેલ આવેલ નવરચના સ્ટોનનાં માલિક અનિલભાઈ જમનાદાસ ઠક્કર (ઉ.વ.૫૪) વાળા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત જુન -૨૦૧૬ થી ૨૦૨૦ સુધી આ કામ ના આરોપી મિકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર પંકજકુમાર સોલંકી અને પ્રેમસાગર સોલંકી દ્વારા નવરચના સ્ટોન ના યુનિટે આવી પોતે પોતાનું નામ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર પંકજકુમાર સોલંકી અને પ્રેમસાગર સોલંકી બતાવી પોતે રાજપૂત સમાજ માંથી આવતા હોઈ એવી ખોટી ઓળખ કરી ઉપરાંત વી.વી.આઇ.પી. લોકો સાથે અંગત હોઈ અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગના મહત્વના કર્મચારી અને વહીવટ કરતા હોવાનો સ્વાંગ કરી ફરિયાદી પાસેથી જેઠવા સ્ટોન નામની પેથી માંથી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પેઢીમાં આશરે કુલ રૂપિયા ૭૫,૦૦,૦૦૦/- આપેલ જે આજદિન સુધી પરત આપેલ ન હોઈ ત્યારે પેઠી ના માલિક અનિલભાઈ જમનાદાસ ઠક્કર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા IPC કલમ ૧૨૦(બી),૪૦૬,૪૧૯,૪૨૦ અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.