Saturday, December 21, 2024
HomeGujaratમોરબીના વેપારી યુવક સાથે છેતરપિંડી:હિન્દુસ્તાન યુનીલીવરની ડીલરશીપ દેવાના બહાને વેપારી સાથે રૂપિયા...

મોરબીના વેપારી યુવક સાથે છેતરપિંડી:હિન્દુસ્તાન યુનીલીવરની ડીલરશીપ દેવાના બહાને વેપારી સાથે રૂપિયા ૪૧.૭૧ લાખની છેતરપિંડી 

હીન્દુસ્તાન યુનીલીવર કંપનીનો ફેક મેઈલ-આઈડી બનાવી ડિપોઝીટ પેટે અલગ અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી

- Advertisement -
- Advertisement -

મોરબીના અમરનગર ગામે રહેતા વેપારી યુવક હિન્દુસ્તાન યુનીલીવરની ડીલરશીપ લેવાની ફેસબુકમાં આવેલ ફેક જાહેરાતમાં આપેલ લીંક ઉપર ક્લિક કરતા વેપારી ઓનલાઇન ફ્રોડની જાળમાં ફસાયા હતા, જેમાં હિન્દુસ્તાન યુનીલીવરનું ફેક ઇમેઇલ આઈડી ઉપરથી મેઈલ દ્વારા ડીલરશીપનું ઓનલાઇન ફોર્મ ભરાવી રોકાણ કરવાના બહાને ૪૧.૭૧ લાખ રૂપિયા અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કરાવી વેપારી યુવક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હતી. હાલ વેપારી યુવક દ્વારા બે મોબાઇલ ધારક તથા ત્રણ બેંક ખાતા ધારક એમ કુલ પાંચ આરોપીઓ સામે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જુના સાદુળકાના વતની હાલ મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા સહદેવસિંહ હાલુભા ઝાલા ઉવ.૩૨ એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બે મોબાઇલ ધારક તથા ત્રણ અલગ અલગ બેંક ખાતા ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ઉપરોક્ત આરોપીઓએ ગઇ તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ફરીયાદી સહદેવસિંહના ફેસબુક એકાઉન્ટમાં હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની જાહેરાત આવેલ હોય જે જાહેરાત સહદેવસિંહ દ્વારા ઓપન કરતા તેમના જીમેઇલ આઇ.ડી ઉપર [email protected] [email protected] પરથી ઇ-મેલ આવેલ હતો, ત્યારબાદ આરોપીઓએ ફરી ઇ-મેલમાં મેસેજ કરીને જણાવેલ કે તમારે હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડીલરશીપ લેવાની હોય તો ઇ-મેલમાં મોકલેલ ફોર્મ ભરીને મોકલો જેથી સહદેવસિંહએ પોતાની પત્ની શીતલબા સહદેવસિહ ઝાલાના નામે ફોર્મ ભરી ઇ-મેલથી મોકલી આપેલ હતુ અને આ ફોર્મમાં રૂ ૫૦,૦૦,૦૦૦/- ડીલરશીપ પેટે રોકાણ કરવાનું પણ જણાવેલ હોય ત્યારબાદ ફરી ઇમેઇલ મારફત ડીલરશીપ મંજુર થયાનો મેસેજ આવ્યો હતો. આ સાથે ઇમેઇલ આઈડીમાં ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટ નંબર ૧૪૦૮૦૧૭૬૪૫૯૪૮૭૦૧ વાળા ખાતામાં રોકાણ પેટે રૂ,૫૦,૦૦,૦૦૦/- જમા કરવાનુ જણાવવામાં આવતા સહદેવસિંહએ જે બાબતે મેઈલ કરીને હા કહી હતી. ત્યારે આરોપોઓએ લોભામણી લાલચ આપી સહદેવસિંહનો વિશ્વાસ અને ભરોસો કેળવી ડીલરશીપ મંજુર થઇ ગયેલ હોવાનું ખોટુ જણાવી અલગ અલગ તારીએ આરોપીઓના બેંક એકાઉન્ટમાં રૂ ૪૧,૭૧,૫૦૦/- નું કુલ રોકાણ કરેલ હોય અને આરોપીઓએ સહદેવસિંહને બાકીના રૂપીયા ભરશો તો જ ડીલરશીપ મળશે જેથી સહદેવસિંહ અવારનવાર મોબાઇલ ફોન દ્રારા કહેલ કે મે રોકાણ કરેલ મને પરત આપી દો તેમ જણાવતા છતા આરોપીઓએ સહદેવસિંહ દ્વારા રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી ગુન્હાહીત વિશ્વાસધાત છેતરપીંડી કરી હોય. હાલ ફરિયાદી સહદેવસિંહ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે બીએનએસ કાયદાની છેતરપિંડી તથા વિશ્વાસઘાતની કલમ તથા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!