Tuesday, November 19, 2024
HomeGujaratવાંકાનેરની કંપનીનું ખોટું મેઈલ આઈડી બનાવી ભેજાબાજે કરી લાખો રૂપિયાની ઠગાઈ

વાંકાનેરની કંપનીનું ખોટું મેઈલ આઈડી બનાવી ભેજાબાજે કરી લાખો રૂપિયાની ઠગાઈ

વાંકાનેરનાં એક એક્સપોર્ટર સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં કોઈ ભેજાબાજે બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેકટરીનું ખોટું મેઈલ આઈડી બનાવી સરકાર દ્વારા આપવામાં આવતા કુપન પોતાના મેઈલ આઈડીમાં મંગાવી રૂ.૭૧,૪૫,૬૧૬/ની ઠગાઈ કરતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ૬૦૧, ગણેશ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ ખાતે રહેતા દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારા બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેકટરી ધરાવતા હોય અને તેઓ વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સનો એકસપોર્ટનો ધંધો કરતા હોય જેથી એકસપોર્ટના ધંધાની વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ / કુપન મળતા હોય જે સરકાર તરફથી મળેલ રૂ.૭૧,૪૫,૬૧૬/-ની કિંમતનાં કુલ ૨૯ કુપનની રકમ ફરીયાદીની ફેકટરીના નામે જમા થયેલ હોય જે કોઇ અજાણ્યા માણસે ફરીયાદી કે ફરીયાદીની કંપનીની જાણ બહાર ફરીયાદીની કંપનીના કિંમતી દસ્તાવેજો ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના નામનુ [email protected] વાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATE માં ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના સરકાર તરફથી મળેલ ૨૯ કુપન પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઇ ફરીયાદીની કંપની સાથે રૂ.૭૧,૪૫,૬૧૬/- ની ઠગાઇ કરતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!