ટંકારાની લજાઈ ચોકડી નજીક હરિયાણા એક વ્યક્તિને વિશ્વાસમાં લઈને ૧૦૦ ગ્રામ બિસ્કીટ આપવાનું કહીને ૩.૫૦ લાખ રૂપિયા ઓળવી ગયા હોવાનીફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોધાઇ છે.
મળતી માહિતી મુજબ હરિયાણાના રેવાડી જીલ્લાનાગોલીયાકા ગામે રહેતા સુમેરસિંગ શયોચંદ લાંબા સાથે હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજાભાઈમકવાણાને ફેસબુક એપ્લીકેશનના માધ્યમ દ્વારા ફ્રેન્ડશીપ થતા આરોપી હસમુખ મકવાણાનો મિત્ર રાહુલએ ફરિયાદી સુમેરસિંગને આરોપી હસમુખ સાથે ફોનમાં વાત કરાવી વિશ્વાસમાંલઇ ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કીટ ૩,૫૦,૦૦૦માં આપવાનું કહી આરોપીઓએ ફરિયાદી સુમેરસિંગને લજાઈ ચોકડી પાસે બોલાવીને પોતાની ગાડીમાં બેસાડી આગળ જઈ આરોપી હસમુખે સોનાનું બિસ્કીટ બતાવી ૩,૫૦,૦૦૦ લઇ સોનાનું બિસ્કીટ ન આપી બંને આરોપીએ છેતરપીંડી કરી નાશીગયા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધીવધુ તપાસ હાથ ધરી છે.