સેવા ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૩/૦૪/૨૦૨૫ને રવિવારના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતી મોરબી જિલ્લાના અલગ અલગ સ્થળોએ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
સેવા ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૩/૦૪/૨૦૨૫ને રવિવારના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતી નિમિતે સામાજીક સમરસતાના ભાગરૂપે મોરબી માં અલગ અલગ સ્થળ પર નિઃશુકલ સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ નિ:શુલ્ક દવાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩/૦૪ ના રોજ સવાર ના ૯ વાગ્યાથી બપોર ના ૧૨ વાગ્યા સુધી ભીમસર – રોટરી બાલમંદિર, મોરબી-૨, સો-ઓરડી – વરિયા મંદિર,મોરબી-૨, ભડિયાદ -વિધાનગર સોસાયટી,ભડિયાદ રોડ, મોરબી -૨, બૌધનગર – હનુમાનજી મંદિર, આંગણ વાડી, મોરબી-૨ શોભેશ્વર – બ્લોક નં-૭૨, મેલડીમાં મંદિર પાછળ, મધુસ્મૃતિ સોસાયટી, રોહિદાસપરા – ડૉ બાબા સાહેબ આંબેડકર વિધાલય, રોહિદાસપરા, વજેપર – રામજી મંદિર વજેપર, લીલાપર – બોરીયાપાટી પ્રાથમિક શાળા લીલાપર, માધાપર -નવી સતવારા સમાજની વાડી માધાપર, ગોકુલનગર – મોટેશ્વર મહાદેવ મંદિર,ગોકુલનગર પાછળ મોરબી, ટંકારા -ચિત્રકુટ ધામ, ઉગામના નાકે સહિતના વિસ્તારોમાં નિઃશુલ્ક સર્વ રોડ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પનો લાભ લેવા વધુ માં વધુ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જેના માટે સંયોજક VHP જીલ્લા સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા મોબાઇલ નં. ૯૯૭૮૧૧૭૧૧૭ અને સહ સંયોજક કૃષપભાઈ રાઠોડ મોબાઇલ નં. ૯૬૮૭૬૧૮૦૦૬ અને ભાર્ગવભાઈ ભાટિયા મોબાઈલ નં ૯૯૨૪૦૦૪૦૭૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે.