Wednesday, October 30, 2024
HomeGujarat'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર...

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ યોજાશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા આગામી તા. 28/12/2021 મંગળવારના સવારે 9:00 થી બપોરે 12:30વાગ્યા સુધી સતવારા સમાજની વાડી, વજેપરની અંદર મેઇન રોડ, લીલાપર રોડ, ખાતે વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તથા સાથે યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. .

- Advertisement -
- Advertisement -

આ કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય અલ્તાફભાઈ શેરસિયા, વૈદ્ય શ્રીબા જાડેજા, ડૉ. વિજયભાઈ નાંદરિયા, ડો. જે.પી. ઠાકર, ડો. એન. સી. સોલંકી. સેવા આપશે. કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર, હોમિયોપથિક નિદાન, સારવાર, યોગ પ્રશિક્ષણ, આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, સ્નાયુ, સાંધાના દુઃખાવા, સાઇટિકા, એડીનો દુઃખાવો, ખભાનો દુઃખાવો તથા કપાસી જેવા રોગો માટે અગ્નિકર્મ સારવાર, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ, બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન, હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર,  “ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે. તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતા ને નમ્ર અનુરોધ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!